આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે સુદામાનગરી પોરબંદરમાં શિવનાદ જોવા મળ્યો હતો. આજે પ્રાત:કાલથી શિવ મંદિરોમાં શિવભકતો ઉમટી પડયા હતાં. દેવાધીદેવ મહાદેવને જલાભિષેક, દુધ, બિલ્વપત્ર ચડાવી ઓમ: નમશિવાયનાં મંત્ર સાથે પુજા-અર્ચના કરી હતી. સવારનાં સમયે શિવ પૂજા અને સાંજે શિવશણગારનાં દર્શનનો આયોજન કરવામાં આવ્યું છે. આજથી શ્રાવણમાસનો પ્રારંભ થયો છે. ત્યારે શિવાલયોને ધજા પતાકા અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર શ્રાવણમાસ દરમિયાન શિવભકિતનો સાગર છલકાશે. તેમજ દર સોમવારે શિવજીનાં વિવિધ સ્વરૂપોના દર્શનનો આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર શહેરમાં પૌરાણીક ચાડેશ્વર, ધીંગેશ્વર, ભાવેશ્વર, કેદારેશ્વર, જડેશ્વર, ઓમકારેશ્વર મહાદેવ તેમજ બિલેશ્વર ખાતે આવેલા બિલનાથ મહાદેવ, કુછડી ખાતે આવેલા ખીમેશ્વર મહાદેવ અને રાણાવાવની જાંબુવનની ગુફામાં સ્વયંભુ બનેલા શિવલીંગની શ્રઘ્ધાળુઓ દ્વારા પૂજા-અર્ચના અને દર્શન કરવામાં આવશે. આજે શ્રાવણ માસનાં પ્રથમ દિવસે સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભકતો પુજા-અર્ચના તેમજ દર્શનાર્થે આવી પહોંચ્યાં હતાં. જડેશ્વર મંદિરે શ્રાવણ માસ નિમીતે દરરોજ અલગ- અલગ દર્શનનો આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સોમવારે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવશે. આજથી શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવભકતોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહયો છે. અને હર હર મહાદેવનાં નાદથી વાતાવરણ પવિત્ર બની ગયું છે.
Trending
- હરિયાણામાં ધુમ્મસ વચ્ચે મોટો અકસ્માત,હાઇવે પર 10 વાહનો અથડાયા
- શ્રદ્ધા મિશ્રાએ સા રે ગા મા પા ની ટ્રોફી જીતી, સ્વપ્ન થયું સાકાર
- ટીમ ઈન્ડિયા 14 મહિનામાં બદલાઈ , 2023 વર્લ્ડ કપ રમનારા 6 દિગ્ગજ ખેલાડીઓ બહાર
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો