સદ્ગુરુનાં દિવ્યો વચનો દ્વારા શિષ્યોમાં જ્ઞાાનની જ્યોત પ્રગટાવતું પર્વ એટલે ‘ગુરુ પૂર્ણિમા. સામે પક્ષે શિષ્યોને શ્રધ્ધા સાથે સમર્પણ કરવાનો સંદેશ આપતું પર્વ એટલે ‘વ્યાસપૂર્ણિમા’. ગુરુ જ્ઞાાન પિપાસુઓમાં અધ્યાત્મિક જ્યોત જણાવવાનું કાર્ય પણ કરે છે. આ પવિત્ર દિવસે શિષ્યો પોતાનાં ગુરુ પ્રત્યેની કૃતજ્ઞા તા અને પોતાની નિષ્ઠા વ્યક્ત કરવા તેમની પાદ્ય પૂજા કરે છે. આ સાથે તેઓ ગુરુને યથાશક્તિ ગુરુદક્ષિણા પણ અર્પણ કરતા હોય છે.
ભારતિય સંસ્કૃતિમાં ગુરુ પૂનમનાં પાવન, પ્રભાતે વ્યાસપીઠનું પૂજન કરવાની આગવી પરંપરા છે. ભાવિકોમાં એક એવી માન્યતા છે કે મહર્ષિ વ્યાસે, શંકરાચાર્યજીનાં પ્રતીક રુપે વ્યાસપીઠનું પૂજન કરે છે.
દુઃખી, પીડિત, અભાવનાં દર્દોથી પીડાતો સંસારી જીવ જ્ઞાાનરુપી ધર્મનાં આચરણનાં માર્ગે ચાલશે, તો જ તેને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે. આનું માર્ગદર્શન આપવા ઇશ્વર જ ગુરુનાં સ્વરૃપમાં માનવ સમાજ વચ્ચે જન્મ લે છે. એ ઉપરાંત ધર્મત્ત્વની હાનિ રોકવા, ફરી ધર્મ તેજનો પ્રકાશ લોકોમાં ફેલાવવા ઇશ્વર ગુરુરુપે જ્ઞાાનનું દાન કરે છે.
સ્થુળ તત્ત્વ કરતાં, સુક્ષ્મતત્ત્વ શ્રેષ્ઠ છે. તે જ રીતે ગુરુકૃપા સ્થુળ કરતા સુક્ષ્મ પણે વધારે અસરકારક બનતી હોય છે. ઘણીવાર આર્દશ ગુરુની પ્રત્યક્ષ હાજરી કરતાં એમણે ઉચ્ચારેલી વાણીનું મનોમન મનન-ચિંતન કરવાથી વધુ બુધ્ધિલાભ થતો હોય છે. જો સદ્ગુરુની કૃપા વરસે તો અધ્યાત્મ ઉન્નતિનો માર્ગ સરળ બને છે.
માતા-પિતા બાળકને જન્મે પછી પોષણ આપીને ઉછેરે છે. પણ તેનાં આત્મભાવનું સીંચન કરીને તેને સાચા અર્થમાં એક મનુષ્ય બનાવવામાં એક સદ્ગુરુ મહત્ત્વનો ફાળો આપતા હોય છે. જે પ્રમાણે એક કુશળ શિલ્પી એક પથ્થરને કંડારીને એક સુંદર મજાની પ્રતિમાં તૈયાર કરે છે. તે જ પ્રમાણે સદ્ગુરુ શિષ્યને આત્મજાગૃતિનું શિક્ષણ આપી એમને એક સારા ઇન્સાન બનાવવા પોતાનું ઉત્તમ જ્ઞાાન આપે છે. જેના લીધે શિષ્યને ઉત્તમ માર્ગદર્શન, મળતાં તે કારકિર્દીનાં ઉચ્ચ શિખરો સર કરે છે. એમાંય માનવમનમાં વ્યાપેલું બુરાઈરૃપી વિષને દૂર કરવામાં ગુરુનો વિશેષ ફાળો હોય છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268