Vav Election : વાવની પેટા ચૂંટણીનો ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો તમામ પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો ગામડે ગામડે સભાઓ કરી મતદારો પાસે મત માગી રહ્યા છે.
કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર Geniben thakor સહિતના કોંગ્રેસના નેતાઓ એ ગઇકાલે મોડી સાંજે 10 ગામોમાં સભા સંબોધી હતી. જેમાં સનેસડા, મેરા, ખારીપાલડી, અસાણા, કુવાળા, ભોડલિયા, મીઠા, ખડોષણ, ખારા, સહિતના ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો, તેમની સાથે તુષાર ચૌધરી સહિતના નેતાઓ પ્રચારમાં જોડાયા હતા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બીજીતરફ ભાજપે પણ વાવની બેઠક જીતવા કમર કસી છે. વાવ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર swarupji thakor માટે મહિલા મોરચાની ટીમ પ્રચાર કરી રહી છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય dr nimaben acharya ની અધ્યક્ષતામાં ભાભર શહેર અને ગામડાઓમાં મહિલા મોરચાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. તેમની સાથે બનાસકાંઠા મહિલા મોરચા ટીમ સહિત કચ્છની મહિલા મોરચાની ટીમ અને આગેવાનો જોડાયા હતા. ડોક્ટર નિમાબેન આચાર્યએ પણ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વાવની બેઠક પર ત્રિપાંખિયો જંગ છે ત્યારે અપક્ષ ઉમેરદવાર માવજી પટેલ mavji patel દ્વારા પણ ગામડે ગામડે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વાવની પેટાચૂંટણી 13મી નવેમ્બરના રોજ યોજાશે.