મહેબૂબા મુફ્તીએ હાલમાં જ જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વકીલાત કરી હતી. જમ્મુ અને કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થનારી બેઠક અગાઉ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ગુરુવારે જમ્મુમાં ડોગરા ફ્રન્ટ તરફથી જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું.જેના વિરોધમાં ગુરુવારે સવારે ડોગરા ફ્રન્ટના લોકોએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું. મહેબૂબા વિરુદ્ધ નારેબાજી કરી અને તેમને તિહાડ જેલમાં મોકલવાની માગણી કરી.
જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે PM નરેન્દ્ર મોદી કરી શકે છે મહત્વપૂર્ણ બેઠક!!
આ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે આજે બપોરે 3 વાગે પીએમ મોદીની જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે મહત્વની બેઠક થવાની છે. આ બેઠકમાં ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સહિત અન્ય નેતાઓ સામેલ થવાના છે. આ ઉપરાંત યુનાઈટેડ જમ્મુ નામના સંગઠન દ્વારા પણ જમ્મુમાં પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રદર્શન મોદી સરકાર વિરુદ્ધ કરાયું જેમાં જમ્મુ અને કાશ્મીરને લઈને બેઠકમાં ગુપકાર સંહઠનના નેતાઓને બોલાવવા અને જમ્મુ ક્ષેત્રના સંગઠનને ન બોલાવવાના વિરોધમાં કરાયું હતું.
તાજેતરમાં જ્યારે શ્રીનગરમાં ગુપકાર સંગઠનની બેઠક થઈ હતી ત્યારબાદ મહેબૂબા મુફ્તીએ મીડિયા સાથે વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના મુદ્દે સરકારે દરેક સાથે વાત કરવી જોઈએ, પાકિસ્તાન સાથે પણ વાત કરવી જોઈએ. જો કે બાદમાં જ્યારે તેઓ દિલ્હી માટે રવાના થયા ત્યારે તેમણે કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી સાથે વાત કરવા જઈ રહ્યા છે અને આવામાં ખુલ્લા મનથી જ ચર્ચા કરશે. જમ્મુ અને કાશ્મીર પર થનારી મહત્વની બેઠક અગાઉ કેન્દ્રીય મંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી આવાસે પહોંચ્યા છે. કાશ્મીરી નેતાઓ સાથે બેઠક અગાઉ આ બેઠક મહત્વની છે. આ બાજુ પેન્થર્સ પાર્ટીના ભીમ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે તેઓ પોતાની વાત રજુ કરશે અને કહેશે કે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે. આ સાથે જ વિધાનસભા ચૂંટણી કરાવવી જોઈએ. તેમણે કહ્યું કે મહેબૂબા મુફ્તી પોતાની રાજનીતિ બચાવવા માટે પાકિસ્તાનનું નામ લે છે, અમે તેમને મહત્વ આપતા નથી.
પીએમ મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લેવા માટે જમ્મુ અને કાશ્મીરના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. બુધવારથી જ દિલ્હી પહોંચવાનું શરૂ થઈ ગયું હતું. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પણ સામેલ રહ્યા. ફારુક અબ્દુલ્લા પણ દિલ્હી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થનારી બેઠક અગાઉ જમ્મુ અને કાશ્મીર ભાજપના નેતા રવિન્દ્ર રૈના, કવિન્દ્ર ગુપ્તા, નિર્મલ સિંહ ભાજપ ઓફિસ પહોંચ્યા. અહીં બધાએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થનારી બેઠક પહેલા આજે સવારે જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના નેતાઓની પણ બેઠક થઈ. ગુલામ નબી આઝાદ, જી એ મીર, તારાચંદની દિલ્હીમાં બેઠક થઈ અને પીએમ સાથે થનારી બેઠકનો એજન્ડા નક્કી કરાયો.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268