આજથી સંસદનું મોનસૂન સત્ર શરૂ થયુ છે. સરકાર આ સત્રમાં કેટલાક વિધેયક પાસ કરાવવાની તૈયારીમાં છે, જ્યારે વિપક્ષ પણ અનેક મુદ્દા પર સરકારને ઘેરવા માટે તૈયાર છે. જેમાંથી એક છે કોરોના રસીકરણ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, તે અઘરા સવાલો માટે તૈયાર છે પરંતુ વાતાવરણ શાંતિપૂર્ણ બનેલું રહે.
પીએમ મોદીએ રસીકરણ પર વાત કરતા કહ્યું કે, જે લોકોએ રસી લીધી છે તે બાહુબલી બની ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે, 40 કરોડ લોકો બાહુબલી બની ચૂક્યા છે. મોનસૂન સત્ર દરમિયાન પીએમ મોદી છત્રી લઇને સંસદમાં આવતાં જોવા મળ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, અમે તમામ સાંસદ અને પાર્ટીને અપીલ કરીએ છે કે તેઓ અઘરામાં અઘરા સવાલ પૂછે પણ સરકારને જવાબ આપવાનો મોકો આપો. આનાથી લોકતંત્ર મજબૂત થશે અને લોકોનો વિશ્વાસ કાયમ રહેશે.
પીએમ મોદીએ જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે સવાલ ઉઠાવો. હું ઈચ્છુ છુ કે તમામ સભ્ય અઘરા સવાલ ઉઠાવે, પરંતુ શાંતિપૂર્ણ વાતાવરણમાં. મને આશા છે કે તમને બધાને રસીનો એક ડોઝ મળી ગયો હશે. પોતાની બાજુઓ પર રસી લગાવી તમે બધા બાહુબલી બની ગયા છે. કોરોનાથી લડવા માટે આ એક માત્ર રીત છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268