સોમનાથ મંદિરની આસપાસ પ્રાસાદ યોજના થકી 80 કરોડ રૂપિયાના નવીનીકરણના કામો કરવામાં આવ્યા છે. આજે થયેલા લોકાર્પણ અને ખાતમુર્હુતના કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી તેમજ સીએમ રૂપાણી અને સોમનાથ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતા.જેમાં PM મોદી અને અમિત શાહે વર્ચ્યુઅલ લોકાર્પણ કરી સોમનાથને વિશેષ 4 ભેટો આપી ભવ્યતામાં વધારો કર્યો હતો. ઉદ્ઘાટન સમયે પીએમ મોદીએ સોમનાથની વિકાસગાથાનું વર્ણન કર્યુ હતુ. સીએમ રૂપાણી અને અમિત શાહે સોમનાથમાં થયેલા વિકાસ કર્યો માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
સોમનાથ મંદિર પાસે સમુદ્ર કિનારે ખાસ વોક વે બનાવવામાં આવ્યો છે…અહીં ચાલતા ચાલતા સોમનાથ દાદાની સાથે સમુદ્રના પણ દર્શન કરી શકાશે….દોઢ કિલોમીટર લાંબો આ વોક વે રૂપિયા 47 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે…તો 400 વર્ષ જૂના અહલ્યા બાઈ મંદિરનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે…સાથે જ એક ભવ્ય મ્યૂઝિયમ તૈયાર કરાયું છે…આ મ્યૂઝિયમમાં 1955ની આસપાસ સોમનાથ મંદિર પરિષરમાં થયેલા ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોને સાચવવામાં આવશે….તો 30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પાર્વતીજી મંદિરને પણ પ્રધાનમંત્રી ખુલ્લુ મુકશે…સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે…નવી સુવિધાઓ તૈયાર થતાં યાત્રિકોને ફાયદો થશે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવશે રોજગારમાં વધારો થશે. સોમનાથની સફર વધુ યાદગાર બની રહેશે.
દોઢ કિમી લાંબો સમુદ્ર દર્શન વોક-વે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તે પાક્કું છે. રૂપિયા 45 કરોડના ખર્ચે આ ખાસ વોક-વે તૈયાર કરાયો છે. વોક-વે પરથી સોમનાથ દાદાની સાથે સમુદ્રના દર્શન પણ કરી શકાશે. તે સાથે જ સમુદ્રને દૂર દૂર સુધી જોઈ શકાય તે માટે દૂરબીન પણ મુકાયું છે, આ ઉપરાંત વોક-વે પર યાત્રિકો સાઈકલિંગ અને વોકિંગ કરી શકે એ માટે ખાસ સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. વોક-વેને વધુ સુંદર બનાવવા વોક-વે પર ભારતની સંસ્કૃતિના ચિત્રો તૈયાર કરાયા છે, જેમાં રામાયણ, મહાભારતના પ્રસંગો જોઈ તમે અલગ જ અનુભૂતિ કરી શકશૉ. આ સાથે જ જો રાત્રી રોકાણ પર સોમનાથ ગયા હોવ તો રાત્રી દરમિયાન મ્યૂઝિક અને રંગબેરંગી લાઈટ્સ વોક-વેની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે, વોક-વે પર પ્રવેશ માટે ત્રણ ગેટ તૈયાર કરાયા છે જે માટે યાત્રિકોએ રૂપિયા 5 ફી ભરવાની રહેશે.
સોમનાથના આ ભવ્ય મ્યૂઝિયમમાં જૂના સોમનાથને માણી શકવાનો તમને મોકો મળશે. આ મ્યુઝિયમમાં ભવ્ય ભૂતકાળ, જૂના ખંડિત અવશેષો, પથ્થરો જોઈ શકાશે જેમાં જૂના નાગર શૈલીના સોમનાથ મંદિરની વાસ્તુકલવાળી પ્રતિમાઓ જોઈ તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. આ સિવાય મ્યુઝિયમમાં ભૂતકાળમાં મંદિર પર ઘટેલી ઐતિહાસિક ઘટનાઓનું સાહિત્ય પણ મળી રહેશે અને જૂના ફોટોગ્રાફ્સ અને વિવિધ પુસ્તકોને અહીં જોઈ શકાશે. આ ખાસ આયોજન સાથે તૈયાર કરવામાં આવેલું મ્યુઝિયમ મંદિરના ભવ્ય ભૂતકાળને યાદ તાજી કરાવશે તેમજ તમારી સફરને વધુ ખાસ બનાવશે.
જૂના સોમનાથ મંદિરનું રિનોવેશન કરી તેણે અલગ ભવ્યતા આપવામાં આવી છે. તેમાં સાડા ત્રણ કરોડના ખર્ચે જૂના સોમનાથ મંદિર પરિસરનો ખૂબ સુંદર રીતે વિકાસ કરવામાં આવ્યો છે. જૂનુ મંદિર ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે બંધાવ્યું હતું જેમાં જૂના મંદિરમાં શિવલિંગ સુધી જવાનો માર્ગ સુરક્ષાને કારણે ખુબ સાંકળો રખાયો હતો જેને હવે પહોળો કરવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન વધૂ ઝડપથી કરી શકશે. તદુપરાંત સોમનાથ પરિસરમાં યાત્રિકો સરળતાથી પ્રવેશી શકે અને બહાર નીકળી શકે તે માટે વિશાળ ખુલ્લુ પરિષર તૈયાર કરાયું તેમજ મંદિર પરિસરમાં અલગ અલગ 16 દુકાનો બનાવવામાં આવી છે. જેની મજા તમે હવે માણી શકશૉ. મંદિરનું નિર્માણ જેમણે કરાવ્યું હતું તે અહલ્યાબાઈ હોલકરની પ્રતિમા સ્થાપિત કરાઈ છે.
ગીર સોમનાથમાં ભારત સરકારની પ્રસાદમ યોજના, ગુજરાત ટૂરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી વિવિધ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 4 પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીએ આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે હવે જ્યારે પણ સોમનાથ જાઓ ત્યારે સહેલાણીઓને સોમનાથ સોહામણું લાગશે તે નક્કી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268