બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે બિહાર સરકાર દ્વારા જાતિ આધારિત વસ્તીગણતરી રિપોર્ટ જાહેર કરવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો એમપીમાં કોંગ્રેસની સરકાર બનશે તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે.
દિગ્વિજય સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરી પર વાત કરી
કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે મેં હંમેશા જાતિ આધારિત વસ્તી ગણતરીનું સમર્થન કર્યું છે. જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો અમે અહીં જાતિ આધારિત વસ્તી ગણતરી કરીશું.
બિહારમાં કયા ધર્મની વસ્તી કેટલી છે?
તમને જણાવી દઈએ કે બિહાર સરકારે આજે જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલ મુજબ, હિંદુઓ- 81.99%, મુસ્લિમો- 17.70%, ખ્રિસ્તીઓ- .05%, શીખો- .01%, બૌદ્ધ- .08%.