કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધી ને નેશનલ હેરાલ્ડ કેસ માં ઈ.ડી. દ્વારા નોટિસ આપીને પૂછપરછ માટે ગુરુવારે બોલાવવા માં આવ્યા હતા. જેને લઈ ને દેશભર માં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આજે શુક્રવારે પાટણ કલેક્ટર કચેરી સામે ધારાસભ્ય કિરીટ પટેલ ની અધ્યક્ષતા માં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા કરવા માં આવ્યા હતા. કોગ્રેસ ના કાર્યકરો એ ધરણા કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ અંગે પાટણ ના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, જે સરકાર અને ભાજપ વિરોધી વાત કરે છે તેને ED, CID નો ઉપયોગ કરી દબાવવા માં આવે છે. રાહુલ ગાંધી ની પૂછ પરછ કરી ત્યારે પણ અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સોનિયા ગાંધી ના સમર્થન માં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. જ્યારે જ્યારે સરકાર દ્વારા આવી એજન્સી ઓ નો દૂર ઉપીયોગ કરી સમન્સ પાઠવવા આવશે, આવા કેસ માં પક્ષના નેતાઓ ને ફસાવવા માં આવશે તો અમે દેશભર માં વિરોધ પ્રદર્શન કરીશું.