ભાજપની પેજ સમિતિને પહોંચી વળવા હવે આમ આદમી પાર્ટી પણ સમિતિની રચના કરશે. રાજ્યના 18 હજાર ગામડાઓ સુધી પહોંચીને ગામ સમિતિ બનાવવામાં આવશે. જેમાં 15થી 20 લોકોનો સમાવેશ થશે. 18 હજાર ગામ સમિતિનું સંગઠન ઉભું કરીને ભાજપને ટક્કર આપવા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપની 75 લાખ પેજ સમિતિ અને 1.25 કરોડ કાર્યકર્તાઓ સામે આમ આદમી પાર્ટી પાસે કુલ 23 હજાર જેટલી ગામ સમિતિ અને વોર્ડ સહિત મહોલ્લા સમિતિ તેમજ 3 લાખ જેટલા કાર્યકર્તાઓ છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમારી 18000 ગામ સમિતિ અને 6000 વોર્ડ સમિતિ બની રહી છે. 15થી 20 સભ્યોની આ સમિતિ હશે. ટૂંક સમયમાં જ આ સમિતિઓ બની જશે અને દરેક લોકોના ઘર અને ગામડા સુધી અમે આમ આદમી પાર્ટીની વાત અને સરકાર આવશે તો શું કરશે તેની જાણકારી આપશે.આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીનું નવું સંગઠન ઊભું કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી અને પંજાબ તેમજ હિમાચલ પ્રદેશમાં જે રીતે સંગઠન બનાવવામાં આવ્યું છે. તેને અપગ્રેડ કરીને ગામ સમિતિ સુધી અમે હોદ્દેદારોની નિમણૂંક કરવાના છીએ. દિલ્હી અને પંજાબ કરતા વિશાળ સંગઠન ગુજરાતમાં ઊભું કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 9300થી વધુ હોદ્દેદારોની નિમણૂક થઇ ચૂકી છે. આગામી દિવસોમાં હવે બુથ સમિતિ અને ગામ સમિતિ સુધી અમે નિમણૂક કરીશું.આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ 7500થી વધુ હોદ્દેદારો અને નિમણૂક આપવામાં આવી હતી. ત્યારબાદ અન્ય યાદી બહાર પાડી હતી. તાજેતરમાં જ 1800 જેટલા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી ભાજપ ને સામે ટક્કર આપવા માટે પોતાનું વિશાળ સંગઠન ઉભુ કરી રહી છે જેમાં તે પ્રદેશની લઈ અને ગામડાના પંચાયતના સભ્ય સુધી પોતાના હોદ્દેદારોની નિમણૂક કરી રહી છે. અલગ અલગ મોરચાઓમાં નિમણૂક આપવામાં આવી રહી છે. લોકસભા તેમજ વિધાનસભા વિસ્તારમાં બુથ લેવલના કાર્યકરો બનશે. દરેક હોદ્દેદારને ગામ સુધીની જવાબદારી આપવામાં આવે તે રીતનું સંગઠન ઊભું કરવામાં આવ્યું છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું