સરકાર દ્વારા નાઈટ કરફયૂ નો બેકાર નિર્ણય લીધા બાદ પણ કોરોના ને કોઈ ફરક પડ્યો નથી.
વધતા કોરોના સામે હવે જનતા પોતાના તરફ થી કઈક મદદ કરે તો સારું.
આમ તો ઘણી જગ્યા એ સ્વૈચ્છિક લોકડાઉન કરી જનતા એ પણ કોરોના સામે ની લડાઈ જીતવા માટે મન મક્કમ કર્યું છે.
જો લોકો ખુદ આગળ આવી ને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી ,ઘર ની બહાર ન નીકળી અને 2 થી 3 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન નું પાલન કરે તો કોરોના ની ચેઈન તૂટી શકે છે.
ઓછા માં ઓછું કોરોના ના કેસો માં તો કંઇક રાહત મળી શકે છે.
આ વિચારો સાથે રાજકોટ ના વેપારીઓ એ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
આજ શનિવાર અને કાલ રવિવારે શહેર ના તમામ પાન ના ગલ્લા સહિત ની દુકાનો ને તાળા લાગેલા રહેશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવ એ દુકાનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન ના પાલન ની જાહેરાત કરી વધુ માં તેમણે જણાવ્યું કે રાત્રિ કરફયૂ થી કઈ ખાસ ફરક પડ્યો નથી ઉલ્ટા નું કરફયૂ પહેલા ઘરે પહોંચવા ની જલ્દી લોકો ની ભીડ માં વધારો કરી રહી છે અને લોકો સંક્રમણ ના ખતરા ને વધારી રહી છે.
કોરોના ને ફાવતું મળી રહ્યું છે.
જેથી અમે આ સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય લીધો છે.
ગઈ કાલે શુક્રવારે વિવિધ વેપારી મંડળો જોડે થયેલી બેઠકો ના આધાર પર નિર્ણય લેવાયો છે.
બે દિવસ તમામ દુકાનો બંધ રહેશે.
2 દિવસ પોતાના ઘરે રહી ને લોકડાઉન નું પાલન કરવા થી મહદઅંશે ફાયદો થશે.
અને આમ જોઈએ તો તે જ જરૂરી છે.
સરકાર દ્વારા માત્ર દેખાડા પૂરતી કાર્યવાહીઓ કરી ને જનતા ને ઉલ્લુ બનાવવા ના પ્રયાસો થઈ રહ્યા છે.
જેથી અંતે તો જનતા ના માથે દોષનો ટોપલો નાંખી ને સરકાર બચી શકે.
જનતા એ સ્વૈચ્છિક લોકડાઉન નું પાલન કરી હવે સ્વરક્ષા સ્વહસ્તે જ કરવી પડશે.