લાલૂ હવે જેલમાંથી બહાર આવશે. ઝારખંડ હાઈકોર્ટે અડધી સજા પુરી કરવાના આધારે લાલૂ યાદવને શરતો સાથે જામીન આપ્યા છે.
સાથે સીબીઆઈએ લાલુની જામીનનો વિરોધ કરતા જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તેનો જવાબ પણ દાખલ કરવામાં આવશે.
ઘાસ ચારા કૌભાડના દુમકા ટ્રેઝરી કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદવની જામીન અરજી પર ઝારખંડ હાઈકોર્ટે છ અઠવાડિયા સુધી સુનાવણી ટાળી દીધી છે.
આ શુક્રવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદના વકીલ દ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, લાલુ પ્રસાદની સજાની અવધિ અડધી થઈ છે કે નહીં, તેનો રેકોર્ડ હજુ પૂરી રીતે ચકાસણી થઈ શક્યો નથી.
તેના માટે પૂરક શપથપત્ર દાખલ કરીશું અને તેના માટે સમયની જરૂર છે.
સીબીઆઈ તરફથી પણ અન્ય કારણોનો હવાલો આપતા બીજા દિવસે સુનાવણીનો આગ્રહ કર્યો હતો. તેના પર જસ્ટિસ અપરેશ સિંહની કોર્ટે આગ્રહનો સ્વીકાર કરતા સુનાવણી છ સપ્તાહ બાદ કરશે.
લાલૂ યાદવની જામીન અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યુ હતું કે, જામીન માટે એક લાખના બોન્ડ જમા કરાવાના રહેશે.
સાથે 10 લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો રહેશે. આ ઉપરાંત તેમણે પાસપોર્ટ જમા કરવાનો રહેશે. કોર્ટની મંજૂરી વગર લાલૂ વિદેશ જઈ શકશે નહીં.