તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે બીજાના પાકા ઘરો જોઈને કોઈ બાળક પશ્ન પુછે કે, “આપણું ઘર ક્યારે?” એ જ પ્રશ્નનો આ યોજના હેઠળ અંત લાવવાનો સરકારે સંકલ્પ કર્યો છે.” વધુમાં મંત્રીશ્રી એ ઉમેર્યું હતુ કે, “વલસાડ જિલ્લાના દરેક તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ૬,૫૫૭ આવસો બનાવવાનું લક્ષ્યાંક છે જેમાંથી ૫,૬૧૬ આવાસોનું બાંધકામ પૂર્ણ પણ થઈ ગયુ છે અને બાકીની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થીને આવાસનું સ્થાનિક પદ્ધતિ મુજબ શૌચાલય ધરાવતું બાંધકામ કરવા માટે ત્રણ હપ્તામાં રૂ.૧.૭૨ લાખની સહાય તથા શહેરી લાભાર્થીઓને આવાસના નવા બાંધકામ અને હયાત બાંધકામમાં વૃદ્ધિ કરવા માટે છ હપ્તામાં રૂ.૩.૫ લાખની સબસીડી રૂપે સહાય સીધા બેંક ખાતામાં આપવામા આવે છે. શહેરી વિસ્તારોમાં સુવિધાયુક્ત અને પરવડી શકે એવા પાકા આવસો શકે તથા વિસ્તારો ઝૂપડપટ્ટી મુક્ત બને એવો હેતુ છે. બાંધકામ કરવા માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૦ જેટલા કડિયાઓને તાલીમ પણ આપવામાં આવી છે.” વલસાડ જિલ્લાના સાંસદ સભ્ય ડૉ. કે.સી.પટેલે એમના પ્રાસંગિક પ્રવચનમાં ગૃહ પ્રવેશ કરનારા લાભાર્થીઓને સારા ભવિષ્ય અને સુખ-સંપન્ન જીવન જીવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. મકાન વ્યવસ્થિત રહે અને જલ્દી જર્જરિત ન થઈ જાય એ માટે જવાબદારી પૂર્વક ઘરની યોગ્ય સારસંભાળ લેવા માટે અપીલ કરી હતી. ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના લાભર્થીઓને શુભેચ્છા આપતા બીજા જરૂરિયાતમંદ લોકોને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે આવી ખૂબ જ મહત્વપૂર્ણ યોજના અમલમા મુકવા બદલ પ્રધાનમંત્રીનો જિલ્લાના લોકો વતી આભાર માન્યો હતો તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજના લોકો સુધી પહોચાડવા બદલ સરાહના કરી હતી. ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કહ્યું હતું કે, ધરમપુર જેવી નાની પાલિકામાં ૧૫૦૦ જેટલા આવસોને મંજૂરી મળી છે અને મહત્તમ આવાસોનું બાંધકામ પણ પૂર્ણ થઈ ચુક્યું છે જેનો લાભ લાભાર્થીઓને મળ્યો છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના વડોદરા ખાતેના “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમનું મોટી સંખ્યામાં હાજર રહેલા લોકો, લાભાર્થીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. સ્વાગત પ્રવચનમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.પી મયાત્રાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા હતી. આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સન્ની ડી. પટેલે કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરાવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સન્ની પટેલ, પ્રાયોજના વહીવટદાર બી.કે. વસાવા, સંગઠન પ્રમુખ હેમંત કંસારા, જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતોના પ્રમુખો હાજર રહ્યા હતા.
Trending
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
- યુપીના સંભલમાં થયેલી હિંસા પાછળ સુનિયોજિત કાવતરું હતું, ‘સાંસદ સંભલ’નો વોટ્સએપ ગ્રુપમાં થયો ખુલાસો
- યુપીમાં પતિએ પત્નીને ગોળી મારવા માટે કિલરને કોન્ટ્રાક્ટ આપ્યો , તાંત્રિકના કહેવાથી ઘડાયું આ કાવતરું
- આપણે ભારતની ચિંતા શા માટે કરવી જોઈએ? USAID પર ડોનાલ્ડ ટ્રમ્પનો ત્રીજો હુમલો
- રાત્રે સૂતા કામદારોના શેડ પર ટ્રકમાંથી રેતી નાખી , એક સગીર સહિત 5 લોકોના મોત