સુરત APMC માર્કેટના છેલ્લા 20 થી વધુ વર્ષથી પ્રમુખ રહેલ રમણ જાની છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવેલ હતા જેને લઈને રમણ જાનીએ આખરે ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધું હતું જેમાં ઘણા સમયથી રણમ જાની સામે કરોડો રૂપિયા ગોટાળો કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.સુરત APMC માર્કેટ અને સહકારી ક્ષેત્ર સાથે 39 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલ અને APMC માર્કેટના પ્રમુખ તરીકે છેલ્લા 25 વર્ષથી જોડાયેલ રમણ જાનીએ આખરે રાજીનામુ આપી દીધું હતું છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને વારંવાર રમણ જાની સામે કરોડો રૂપિયાના ગોટાળાના આક્ષેપો કર્યા હતા અને APMC ડિરેક્ટરો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ ગાંધીનગર ખાતે રજૂ કર્યો હતો.
જેમાં વારંવાર રમણ જાની સામે અનેક પ્રકારના કૌભાંડો મામલે રજુઆત કરી હતી અને પોતાના માણસોને જ માર્કેટમાં કામ પર રાખવા અનેક કામો તને સોંપવા સાથે માર્કેટમાં કરોડો રૂપિયાનો હિસાબમાં પણ ગોટાળો કરવો જેવા આક્ષેપો કર્યા હતા અને આખરે વિવાદનો અંત અને રમણ જાનીના સૂર્યનો અસ્ત થયો હતો જોકે આ મામલે રમણ જાનીએ મીડિયા સમક્ષ આવી ને જણાવ્યું હતું કે મારા પર કરવામાં આવેલ આક્ષેપો પાયા વિહોણા છે અને અને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યો છે અને જે કોઈ પણ આક્ષેપો કર્યા છે જેમાં કોઈ તથ્ય નથી જોકે વિવાદનો અંત લાવવા રાજીનામુ આપી દીધું હતું