સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકાર દ્વારા આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટે સમાપ્ત થશે.
કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, જ્યારે વિપક્ષ તરફથી મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં ભાગ લીધો ન હતો.
આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકાર દ્વારા આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, રાજ્યસભામાં ભાજપના નેતા પીયૂષ ગોયલ અને કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કર્યું હતું. આ બેઠકમાં પાર્ટી અને વિપક્ષના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જો કે પીએમ મોદીએ આ બેઠકમાં ભાગ લીધો ન હતો.
આ બેઠકમાં કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, જયરામ રમેશ, ડીએમકેના ટીઆર બાલુ અને તિરુચી સિવા, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય અને એનસીપીના શરદ પવાર સહિત લગભગ તમામ પક્ષોના નેતાઓ હાજર હતા. આ સિવાય બીજેડીના પિનાકી મિશ્રા, વાયએસઆરસીપીના વિજયસાઈ રેડ્ડી અને મિધુન રેડ્ડી, ટીઆરએસના કેશવ રાવ અને નામા નાગેશ્વર રાવ, આરજેડીના એડી સિંહ અને શિવસેનાના સંજય રાઉત પણ બેઠકમાં હાજર હતા.
કેન્દ્ર સરકાર દ્વારા આજે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ વિરોધ પક્ષોએ મોંઘવારી, અસંસદીય શબ્દ વિવાદ અને અગ્નિપથ ભરતી યોજના પાછી ખેંચવાની માગણીના મુદ્દા ઉઠાવ્યા હતા. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટે સમાપ્ત થશે.
કોંગ્રેસે પીએમ મોદીની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા છે જો કે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. સંસદના આગામી સત્ર અંગે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક શરૂ થઈ છે અને વડાપ્રધાન રાબેતા મુજબ ગેરહાજર છે. શું તે ‘અસંસદીય’ નથી? કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું.