ઉત્તરપ્રદેશમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાતું જાય છે. તમામ પક્ષોએ વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપમાં પણ બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ બેઠકો વચ્ચે સરકાર અને સંગઠનમાં બદલાવની ચર્ચાએ પણ સતત જોર પકડ્યું હતું. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના વિભાજના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.કેટલાક લોકોનો દાવો છે કે 2022 માં વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વાંચલઅને બુંદેલખંડ અલગ થઈ જશે.
Jammu-Kashmir માં CRPF અને પોલીસ ટીમ પર થયો મોટો આતંકી હુમલો
ઉત્તરપ્રદેશના વિભાજન ની સાથે સાથે ઉત્તરપ્રદેશમાં રાજકીય પરિવર્તનની પણ ચર્ચાઓ થઇ રહી છે. પહેલા રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષની લખનૌ મુલાકાત અને ત્યારબાદ રાજ્યના પ્રભારી રાધામોહન સિંહ રાજ્યપાલને મળવા ગયા.મુખ્યપ્રધાન સીએમ યોગી આદિત્યનાથ પણ દિલ્હી જઇને વડાપ્રધાન મોદી , કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ને મળ્યા હતા. આ તમામ બેઠકોને ઉત્તરપ્રદેશમાં રાજકીય પરિવર્તનની સાથે જોડવામાં આવી રહી છે. જોકે, ભાજપે સ્પષ્ટ કર્યું છે કે તે ઉત્તરપ્રદેશમાં કોઈ ફેરફાર કરશે નહીં.
ઉત્તરપ્રદેશના માહિતી વિભાગે ઉત્તરપ્રદેશના વિભાજનઅંગેનો વાયરલ થયેલ આ મેસેજનું ખંડન કર્યું છે. માહિતી વિભાગે જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશમાંથી પૂર્વાંચલ અને બુંદેલખંડ અલગ થવાના સમાચાર ખોટા છે. માહિતી વિભાગે ટ્વીટ કર્યું છે કે ઉત્તરપ્રદેશના દ્વિભાજનના સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. ઉત્તરપ્રદેશના વિભાજન ને લઈને જે આશંકાઓ ઉભી કરવામાં આવી રહી છે તે પાયાવિહોણી છે. ઉત્તરપ્રદેશના માહિતી વિભાગે ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગેરમાર્ગે દોરી રહેલા સમાચાર ફેલાવતા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268