શિવસેનાના બે જૂથ પડતા ઉદ્ધવ ઠાકરે તરફી શિવસેનાને ઘણી મુશ્કેલીઓ પડી છે અને ઉદ્ધવ સરકારને હાથ ધોવા પડ્યા હતા. શિવસેનાના સાંસદોની માંગ સામે ઝૂકીને ઉદ્ધવ ઠાકરે અને સમર્થક ધારાસભ્યોએ NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. દ્ધવે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને સાંસદોની બેઠક બોલાવી હતી. આમાં સામેલ મોટાભાગના સાંસદોએ કહ્યું કે ઉદ્ધવે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવું જોઈએ. જેથી સાંસદોની માંગને કારણે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મોટો નિર્ણય લીધો છે. બીજી બાજુ બીએમસીના ઈલેક્શન પણ આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને શિવસેનાની નજર બીએમસી ઈલેક્શનમાં છે. જેથી બીજેપી શિવસેના સાથે એકવાર મળી પણ શકે છે. જો કે, ઉદ્ધવ ઠાકરેએ સાંસદોની માંગ સામે ઝૂકીને NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને પોતાનું સમર્થન આપ્યું છે.
આ પહેલા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની સ્પષ્ટ જાહેરાત કરી હતી. એવું માનવામાં આવે છે કે ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ અઘાડીથી અલગ થવા અને એનડીએના ઉમેદવારને ટેકો આપવા દબાણ કર્યા પછી સાંસદો દ્વારા બળવો થવાના ડરથી. આ પહેલા સોમવારે NCP અને કોંગ્રેસ સાથેનું ગઠબંધન તૂટ્યું ન હોવાથી તેમના પર વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને મત આપવાનું દબાણ હતું.
સાંસદો સાથેની બેઠકમાં ઉદ્ધવે નિર્ણય માટે એક-બે દિવસનો સમય માંગ્યો હતો. શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરે ઉદ્ધવની બેઠકમાં હાજરી આપતા કહ્યું હતું કે, તે એનડીએના ઉમેદવાર છે પરંતુ દ્રૌપદી મુર્મુ આદિવાસી સમુદાયમાંથી આવે છે અને એક મહિલા છે. આપણે તેમને અમારું સમર્થન આપવું જોઈએ આ પ્રકારે તમામ સાંસદોની માંગ છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો