Shantishram News, Diyodar, Gujarat.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે
‘‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌના વિકાસના’’ હેઠળ છેલ્લા ૭ દિવસથી તા. ૧ લી ઓગષ્ટથી સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.
જે અંતર્ગત આજે તા. ૭ મી ઓગષ્ટના રોજ Palanpur ખાતે કાનુભાઇ મહેતા હોલમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તથા પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહીર અધ્યક્ષસ્થાને વિકાસ દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ભારતના ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે પાલનપુર, લાખણી અને સૂઇગામ આઇ.ટી.આઇ.ના અધ્યતન બિલ્ડીંગનું વર્ચ્યુઅલ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રી વાસણભાઇ આહીર અને મહાનુભાવોના હસ્તે ૮ એસ.ટી.બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
PradhanMantri Aavas Yojana ના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ માટે ચાવી, મકાન સહાયના ચેક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે મંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, આપણા Gujarart State ના Chief Minister શ્રી Vijaybhai Rupani અને Deputy Chief Mininster Nitinbhai Patel ના નેતૃત્વવાળી રાજ્ય સરકારને આજે પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે
ત્યારે ભારતના Minister Of Home Affairs Amit Shah ના હસ્તે પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ તથા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતામૂર્હત જેવા કાર્યક્રમો યોજી વિકાસ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી નહીં,
પરંતું છેલ્લા પાંચ વર્ષમાં આ સરકારે જે લોકહિતના કામો કર્યા છે તે ગુજરાતની જનતા સમક્ષ મુકવાનો નમ્ર પ્રયાસ છે.
તેમણે કહ્યું કે, આપણી સરકાર સૌના સાથથી, સૌના વિકાસના નારા ને સાથે રાખી ચાલનારી સરકાર છે.
તેમણે જણાવ્યું કે, આ સરકારે ગામડાઓમાં વસતા ગરીબ, આદિજાતિ, પિડીત, વંચિત, પશુપાલક, ખેડુત, મહિલાઓ સહિત તમામ વર્ગોની ચિંતા કરી સમતોલ વિકાસ કરવાની નીતિ અપનાવી છે. જેના પરિણામે છેલ્લા ૨૫ વર્ષથી એક જ પક્ષની સરકારને પ્રજાનું પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું છે. એ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને ગરીબલક્ષી નીતિઓને આભારી છે.
મંત્રીશ્રી Vasanbhai Aahir જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અનેક ઘરવિહોણા પરિવારોના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ગરીબોને મદદ કરી તેમને ગરીબીમાંથી બહાર લાવવા અનેક યોજનાઓ બનાવી છે અને એજ ધ્યેય મંત્ર સાથે રાજય સરકાર પણ કામ કરે છે.
તેમણે રાજ્યના વિકાસની ભૂતકાળ સાથે તુલના કરતાં જણાવ્યું કે, વર્ષ-૧૯૯૫ના બજેટ અને વર્તમાન સમયના બજેટના આંકડા તપાસીએ તો ખબર પડે કે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે.
તેમણે કહ્યું કે, ભૂતકાળમાં Banaskantha જિલ્લા સહિત Uttar Gujaratનો વિસ્તાર હંમેશા પાણી માટે વલખા મારતો હતો અને નર્મદાના નીર આ ધરતી પર ક્યારે આવે તેના સપના જોતો હતો એ સપનાને સાકાર કરવાનું કામ આપણી સરકારે કર્યું છે.
તેમણે તા.૨૬ જાન્યુઆરી-૨૦૦૧માં કચ્છ આવેલા ગોઝારા ભૂકંપની યાદ અપાવતા કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદીએ કચ્છને ભૂકંપની આપત્તિમાંથી બહાર લાવી આફતને અવસરમાં પલટાવી છે.
આજે કચ્છ જિલ્લાએ ઔધોગિક ક્ષેત્ર સહિત કૃષિ વિકાસમાં નવી ઉંચાઇઓ હાંસલ કરી છે, છેલ્લા બે દાયકામાં કચ્છની કાયાપલટ થઇ છે એ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટીવંત વિઝનને આભારી છે.
એટલે જ આજે કચ્છ માટે કહેવાય છે કે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા….
મંત્રીશ્રી કહ્યું કે, દેશની આઝાદી સમય માહાત્મા ગાંધીજીએ કહ્યુ હતું કે, ગામડું સમૃધ્ધ હશે તો જ દેશ સમૃધ્ધ બનશે. ગામડાઓને સમૃધ્ધ બનાવવા વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદીએ ગામડાઓના સર્વાગી વિકાસ માટેની યોજનાઓ બનાવી છે. જેનાથી ખુબ ઝડપથી ગ્રામ્ય વિસ્તારોમાં પરિવર્તન આવી રહ્યું છે.
નર્મદા યોજનાના પાણી બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના અંતરીયાળ વિસ્તારો સુધી પહોંચતા પીવાના પાણીની સમસ્યાનો કાયમી સુખદ અંત આવ્યો છે. તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં સાંજના વાળુના સમયે વીજળીની માગણી કરતા ગુજરાતના ગામડાઓમાં આજે ૨૪ કલાક વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે.
આવા તો અનેકવિધ વિકાસના કામો થયા છે. જેની લોકો પણ સરાહના કરી રહ્યા છે અને આપણી સરકારને આશીર્વાદ આપી રહ્યા છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનનું બાંધકામ થાય તેમ તેની ચકાસણી કરી તબક્કાવાર સહાયની રકમ આપવામાં આવે છે.
તેમણે કહ્યું કે, આજે બનાસકાંઠા જિલ્લામાં ૬૦૦ ઘરોનું લોકાર્પણ કરી મકાન માલિકોને ગૃહ પ્રવેશ કરાવાયો છે અને ૨,૦૦૦ ઘરોનું ઇ-ખાતમૂર્હત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, અગ્રણીઓ સર્વશ્રી નંદાજી ઠાકોર, શ્રી ડાહ્યાભાઇ પિલીયાતર, શ્રી દિલીપભાઇ વાઘેલા,
શ્રી ગજેન્દ્રભાઇ સક્સેના, શ્રી ગિરીશભાઇ જગાણીયા, શ્રી ર્ડા. ગણેશભાઇ પટેલ તેમજ પાલનપુર, વડગામ અને અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Anand Patel, Banaskantha Collector
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268