આ અવસરે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લામાં સબસ્ટેશન અને વિજલાઈનની સારી કામગીરી બદલ જેટકો અને વીજ કર્મીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રનું સુકાન સંભાળ્યા બાદ સમગ્ર દેશમાં વિકાસ કામોને વેગ મળ્યો છે. ઉમરસાડી ખાતે સબ સ્ટેશન બનાવવામાં ગ્રામજનોનો સહકાર મળ્યો છે વીજળીના વધુ વપરાશને કારણે દેશની અને સમગ્ર વિશ્વમાં વીજળીની તંગી છે, ત્યારે સોલાર અને વિન્ડ પાવરની યોજનાને કારણે ગુજરાતમાં કોઈ મુશ્કેલીઓ પડી નથી. સરકારના દરેક પગલામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. સમગ્ર વલસાડ જિલ્લામાં અનેકવિધ વિકાસકામો થઈ રહ્યા છે જેમાં સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં કીર્તિ મેળવી છે. આ સરકાર જે કામનું ખાતમુહૂર્ત કરે તેનું લોકાર્પણ પણ કરે છે. સબસ્ટેશનના કારણે આ વિસ્તારમાં વીજપુરવઠો નિયમિતપણે મળી રહેશે. જેટકો વડોદરાના ચીફ એન્જીનીયર કે.આર.સોલંકીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઉમરસાડી સબ સ્ટેશન રાજ્ય સરકારની પછાત વિસ્તારોના ખાસ વિકાસને ધ્યાને લઇ ટ્રાયબલ સબ પ્લાન ગ્રાન્ટ હેઠળ જનતાના વિકાસ અર્થે ઊભું કરવામાં આવ્યું છે. આ સબ સ્ટેશન કાર્યાન્વિત થવાથી નવા વીજ જોડાણો આપવાની સાથે સંબંધિત વિસ્તારોને પુરતા દબાણથી વિના વિક્ષેપે વીજળી મળશે, ફીડરોની લંબાઇ ઘટવાથી ટી એન્ડ ડી લોસ ઘટશે. ૩૦ એમ.વી.એ.ની ક્ષમતા ધરાવતા આ સબસ્ટેશનમાંથી ૧૧ કે.વી.ના ચાર ફીડરો નીકળશે. જે પૈકી દેસાઇવાડ અને માછીવાડ એમ બે જ્યોતિગ્રામ અને વાડી ફળિયા તથા ચૌટા ફળિયા એમ બે ખેતીવાડીના ફીડરો છે. આ સબ સ્ટેશનનો ૪૫૦૩ લાભાર્થીઓને લાભ મળશે. જેમાં ૩૭૪૬ રહેણાંક, ૪૪૪ વાણિજ્ય, ૬૦ ઔદ્યોગિક, ૪૩ વોટર વર્કસ, ૧૯ સ્ટ્રીટલાઇટ, ૧૮૨ ખેતીવાડી અને ૯ એચ.ટી. ગ્રાહકોનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૦ નવા સબસ્ટેશન કાર્યાન્વિત કરાયા છે જ્યારે આગામી દિવસોમાં ૧૪ નવા સબ સ્ટેશન કાર્યાન્વિત કરવાનું આયોજન છે. સમગ્ર કાર્યક્રમું સંચાલન જેટકો વાવના દિપક પટેલે કર્યું હતું. આ અવસરે જેટકોના એમ.ડી. ઉપેન્દ્ર પાંડે, જેટકો વડોદરાના ચીફ એન્જીનીયર કે.આર.સોલંકી, તાલુકા સંગઠન પ્રમુખ મહેશભાઈ દેસાઈ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ મીતલ પટેલ, જિલ્લા તાલુકા પંચાયત સભ્યો, ઉમરસાડી સરપંચ, જેટકો તેમજ ડી.જી.વી.સી.એલ.ના અધિકારી અને કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
Trending
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત