શહેરીજનોને કમાટીબાગના દર્શન કરાવતી જોય ટ્રેનના ઇજારદારે 4 વર્ષથી અકસ્માત વીમા પોલિસી ભરી ન હોવાની વિગતો સપાટી પર આવતાં પાલિકા અને ઇજારદારની ગંભીર બેદરકારી છતી થઈ છે. ભૂલ સમજાતાં ભાનમાં આવેલા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે ઇજારદારને નોટિસ ફટકારીને જોય ટ્રેન સહિતની બધી રાઈડ્સ બંધ કરાવી હતી. કમાટીબાગમાં 2012માં જોય ટ્રેન શરૂ કરાઈ હતી. જોકે જોય ટ્રેનના ઇજારદારે એમઓયુની શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાના ગંભીર આક્ષેપ થયા છે. જોય ટ્રેનના ઇજારદારે નિયમો મુજબ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવાનો હોય છે. જોકે ઇજારદારે 2019થી ઇન્સ્યોરન્સ લીધો ન હોવાનું સપાટી પર આવ્યું છે.આ અંગે જાગૃત નાગરિક અમિત રાજે જણાવ્યું હતું કે, ઇજારદાર ખોડલ કોર્પોરેશને 4 વર્ષથી વીમા પોલિસી લીધી નથી તેમજ ફાયર વિભાગની એનઓસી પણ લીધી નથી. તદુપરાંત પાલિકા સાથે થયેલા કરાર મુજબ શેરિંગની 70 લાખથી વધુની રકમ પણ ઇજારદારે ભરી નથી. જેથી તાત્કાલિક ધોરણે ખોડલ કોર્પોરેશનનો ઇજારો રદ કરી કાર્યવાહી કરવામાં આવે.ગાર્ડન વિભાગે શનિવારે ઇજારદાર ખોડલ કોર્પોરેશનને નોટિસ ફટકારી હતી. જેમાં જોય ટ્રેન, રાઇડ્સ અને રિક્રિયેશનની પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ કરી લાઇસન્સ, વીમા પોલિસી અને બાકી નીકળતી રેવન્યુ શેરિંગ રકમ જમા કરાવવા સૂચના આપી છે.
Trending
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ
- નારંગી રંગના પોશાક સ્ટાઇલિશ લુક આપશે, તેને પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- આ છે શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર
- હોન્ડાનું સસ્તું અને શક્તિશાળી ઈલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થયું, જાણો તેની વિષેશતા