મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તાર કામો માટે રૂ. 25.77 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 587.50 કરોડ રૂપિયા ફાળવ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના કામો માટે રૂ. 25.77 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વડોદરા મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણીની સુવિધાના મળીને કુલ-66 જેટલા કામો આ ગ્રાંન્ટમાંથી હાથ ધરવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં 201617થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. 499.92 કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. 87.58 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આઉટગ્રોથ વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આંતરમાળખાકીય સુવિધા સહિતના વિવિધ 341 કામો મહાનગરપાલિકા આઉટગ્રોથ વિસ્તારમાં તેમજ 775 કામો નગરપાલિકા વિસ્તારમાં મળી સમગ્રતયા 1116 કામો અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલા છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો