દેશમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે. 18મી જુલાઈએ મતદાન થશે અને 21મી જુલાઈએ પરિણામ આવશે. NDAએ આ પદ માટે દ્રૌપદી મુર્મુને નોમિનેટ કર્યા છે. તેમનો મુકાબલો વિપક્ષના સામાન્ય ઉમેદવાર યશવંત સિંહા સામે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી બેઠક માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ બેઠકની વિગતો હજુ ઉપલબ્ધ નથી. રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ 11 દિવસ પછી 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે.
રાષ્ટ્રપતિ સચિવાલયે માત્ર ટ્વીટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે, દેશમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે. 18મી જુલાઈએ મતદાન થશે અને 21મી જુલાઈએ પરિણામ આવશે. NDAએ આ પદ માટે દ્રૌપદી મુર્મુને નોમિનેટ કર્યા છે. તેમનો મુકાબલો વિપક્ષના સામાન્ય ઉમેદવાર યશવંત સિંહા સામે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે NDA દ્વારા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિના પદઆ ઉમેદવાર રાખવામાં આવ્યા છે અને મોટા ભાગના પક્ષો પણ તેમની તરફેણમાં છે ત્યારે હાલ સ્પષ્ટ ચિત્ર નજર આવી રહ્યું છે કે દ્રૌપદી મુર્મુ જ રાષ્ટ્રપતિ બનશે જો કે મતદાન નક્કી કરશે કે ભારતના આગલા રાષ્ટ્રપતિ કોણ હશે અને વિપક્ષ તરફથી યશવંત સિંહા છે.