વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તા.૧૦ મી જૂનના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. ૩૦૫૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. ત્યારે આ ગૌરવભરી ક્ષણે વડાપ્રધાન સુરત જિલ્લાની રૂ. ૮૬ કરોડના ખર્ચે સાકાર થનાર માંડવી ગ્રૂપ ફોર સુરત જૂથ પાણી પૂરવઠા યોજનાનું ઈ-ખાતમુહૂર્ત કરશે. આ યોજના થકી માંડવી અને બારડોલી તાલુકાના ૪૪ ગામોના ૩૨૧ ફળિયાઓની અંદાજિત ૭૨૦૦૦ વસ્તીને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થશે. આ યોજનાના સમાવિષ્ટ ગામોમાં ઉનાળાના સમયગાળામાં પડતી પીવાના પાણીની તંગીનું નિવારણ થશે, તેમજ ભુગર્ભ જળની ગુણવત્તા પણ સુધરશે, તથા લાંબાગાળાના આયોજનના ભાગરૂપે પૂરતો અને સલામત પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ બનશે. – ક્યા કયા ગામોને મળશે આ યોજનાનો લાભ? માંડવી તાલુકાના વાંકલા, જાખલા, વરજાખણ, તરસાડા, બરગમ, રતનીયા, રાજવડ, મોટી ચેર નાની ચેર, જામનકુવાબાર અને સદાદી ગામને લાભ મળશે. બારડોલી તાલુકાના બાલ્દા, રજવાડ, વાઘેચા, કડોદ, ભામૈયા, ઉછરેલ, હરિપુરા, કડોદ, મસાડ, મિયાવાડી, નાસુરા, વઢવાણીયા, સિંગોદ, બામણી, સમથાણ, કંટાલી, ઓરગામ, જુનવાણી, વાંસકુઇ, ભેંસુદલા, નાની ભાટલાવ, મઢી, સુરાલી, ઉતારા, વધાવા, માણેકપોર, ઉવા, કરચકા, હિંડોલિયા, કિકવાડ, મોટી ભટલાવ, સેજવાડ, અલ્લુ, વાંકાનેર, પારડી વાલોડ ગામોને લાભ મળશે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખુડવેલથી દક્ષિણ ગુજરાતના ૫ જિલ્લાના સામૂહિક રીતે અંદાજીત રૂ.૯૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને અંદાજીત રૂ.૨૧૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરશે.
Trending
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ