ઉમરગામના વલવાડા, મોહનગામ અને પુનાટ ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહના હસ્તે 132 લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાય વિતરણ કરવામાં આવી હતી. તેમજ 96 લોકોનું કોવિડ વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં તા. 5 જુલાઈથી ફરી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા વલસાડ અને પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ફર્યા બાદ આજ રોજ ઉમરગામ તાલુકામાં આવી પહોંચી હતી. ઉમરગામના ગ્રામ્ય વિસ્તારમાં આવી પહોંચેલા વિકાસ રથનું વલકાડા, મોહનગામ અને પુનાટ ગામ ખાતે ભાવભીનું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ અને મહાનુભાવોના હસ્તે પુનાટના કાર્યક્રમમાં માનવ કલ્યાણ યોજના હેઠળ 1 સિલાઈ મશીન, વહાલી દીકરી યોજના હેઠળ 1 કીટ અને હુકમ, 2 પા પા પગલી કીટ, MMY હેઠળ 2 આહાર કીટ, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા 2 દિવ્યાંગ લાભાર્થીઓને ઓળખકાર્ડ અને બસ મુસાફરી કાર્ડ, શ્રમ અધિકાર હેઠળ 10 લઈ-શ્રમ કાર્ડ, 2 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, I-Khedut પોર્ટલ અંતર્ગત 5 મંજૂરીપત્ર અને સામજિક વનીકરણ વિભાગ દ્વારા 50 ખેડૂતોને ફળાઉ રોપા અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા પ્રમુખશ્રીએ લીલીઝંડી બતાવી વિકાસ રથને પ્રસ્થાન કરાવ્યો હતો. આ પ્રસંગે વાપી જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ, કારોબારી ચિંતનભાઈ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને સભ્યો તેમજ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, ખેતીવાડી સ્ટાફ, ડીજીવીસીએલ સ્ટાફ, ઉજ્જ્વલા યોજના, આરોગ્ય ખાતા તેમજ સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ વિભાગમાંથી વિવિધ અધિકારીઓ તથા ગ્રામ્યજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Trending
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી પરિસ્થિતિ વણસી, ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
- રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ પહેલા વિદેશ પ્રવાસમાં ચીનની મુલાકાત લઈ શકે, ભારતની પણ મુલાકાત લેવાની યોજના
- આ દિવસે ખાતામાં 19મો હપ્તો આવી શકે છે, જો તમે આ ભૂલો કરશો તો તમને લાભ નહીં મળે
- અમેરિકામાં TikTok પર પ્રતિબંધ, પ્લે સ્ટોર પરથી પણ એપ દૂર કરાઈ
- આંતરરાષ્ટ્રીય શૂટર મનુ ભાકરના નાની અને મામાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું
- ૨૨૫ કરોડના ખર્ચે બનેલું કોંગ્રેસનું નવું મુખ્યાલય, ગુલામ નબી આઝાદ સહિત ઘણા બળવાખોરોને પણ સ્થાન મળ્યું
- બુલેટ ટ્રેન દરિયાની નીચે દોડશે, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કામ અંગે લીધું અપડેટ
- હરિયાણામાં ધુમ્મસ વચ્ચે મોટો અકસ્માત,હાઇવે પર 10 વાહનો અથડાયા