આવતીકાલથી રાજ્યમાં વંદે ગુજરાત કાર્યક્રમનો થશે પ્રારંભ વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાં રૂ.21.89 કરોડના 432 કામોનું લોકાર્પણ તેમજ રૂ.12.16 કરોડના 577 કામોનું ખાતમુર્હૂત થશે મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લામાં 15 દિવસના વંદે ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ ૨૦ વર્ષ વિશ્વાસના ૨૦ વર્ષ વિકાસના વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાં રૂ. ૨૧.૮૯ કરોડના ૪૩૨ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ રૂ.૧૨.૧૬ કરોડના ૫૭૭ કામોનું ખાતમુર્હૂત કરવામાં આવશે. રાજ્યના પરિવહન, નાગરિક ઉડ્ડયન અને પર્યટન મંત્રીશ્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને આવતીકાલથી વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ થશે. પાટણના એ.પી.એમ.સી. ખેડૂત ભવન હોલ ખાતેથી વંદે ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ થશે. પાટણ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તા.૫ થી ૧૯ જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસનો રથ લોકકલ્યાણ માટે ફરશે. ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ‘’આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫ દિવસ માટે આયોજીત વંદે ગુજરાતની વિકાસ યાત્રા દરમિયાન ગુજરાત સરકારના ૧૮ વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાતો, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. પાટણ જિલ્લો જાહેર થયા બાદ વિકાસની દિશામાં હરણફાળ ભરી છે. દરેક ક્ષેત્રમાં આજે પાટણ જિલ્લાનો વિકાસ થયો છે. ત્યારે ૧૫ દિવસ યોજાનાર આ કાર્યક્રમમાં જિલ્લાનાં દરેક ગામ અને શહેરમાં વંદે ગુજરાતનો વિકાસરથ ફરશે અને ૨૦ વર્ષમાં સરકારે કરેલા વિકાસ કામોનો લોકો વચ્ચે લઈ જવાશે. વંદે ગુજરાત વિકાસ મિશન અંતર્ગત વંદે ગુજરાત રથ જિલ્લાના નક્કી કરવામાં આવેલા રૂટ પર ફરશે. વંદે ગુજરાત રથ જ્યાં રાત્રી રોકાણ કરશે ત્યાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં આવતીકાલે સાંજે ૫:૦૦ વાગ્યે યોજાનાર કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રતિકાત્મક લાભની સહાય આપ્યા બાદ સાંજે ૭:૧૫ કલાકે રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. વંદે ગુજરાત કાર્યક્રમ મામલે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટીએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો જન-જન સુધી પહોંચે તે માટે ગુજરાત સરકાર દ્વારા વંદે ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પંદર દિવસના આ કાર્યક્રમાં વંદે ગુજરાતનો વિકાસ રથ ગામે-ગામ ફરશે. આ કાર્યક્રમ અંતર્ગત મોટા પ્રમાણમાં વિકાસ લક્ષી કામોના લોકાર્પણ તેમજ ખાતમુર્હુત થશે. જેમાં સહભાગી બનવા જિલ્લાના નાગરીકોને આમંત્રણ પાઠવું છુ. સરકારના વિકાસપથને આગળ ધપાવવા સૌ સાથે મળી વંદે ગુજરાત કાર્યક્રમને સફળ બનાવીએ.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ