ગંગા કિનારે ઉત્તરપ્રદેશમાં કોરોનાથી મૃત્યુ પામી રહેલા લોકોના મૃતદેહો દફનાવવામાં આવી રહ્યા છે .કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલી અને તેમના ગૃહ જિલ્લા પ્રયાગરાજથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં કાનપુર, કન્નૌજ,ઉન્નાવ, ગાઝીપુર અને બલિયાની જેમ ગંગા કિનારે સેંકડોની સંખ્યામાં દફનાવાયેલા મૃતદેહો મળી આવ્યા છે. પરિવારને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, તેમની પાસે અંતિમસંસ્કાર કરવા માટેના રૂપિયા નહોતા, તેથી એને દફનાવવામાં આવ્યા.
ગેગાસો ગંગાઘાટ ના રાયબરેલી પર રેતીમાં 200થી વધુ મૃતદેહો જોઇને ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ ગયા છે. ગામલોકોનું કહેવું છે કે છેલ્લા એક મહિનાની અંદર આ મૃતદેહો અહીં દફન કરાયેલાછે ,હવે આ મૃતદેહોને કૂતરાઓ દ્વારા બહાર ખેંચવામાં આવી રહ્યા છે. જોકે જ્યારે એડીએમ તંત્ર રામ અભિલાષને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે એનો ઇનકાર કર્યો હતો.પ્રયાગરાજમાં ફાફામઉ ગંગાઘાટના કાંઠે પણ મોટી સંખ્યામાં દફન કરાયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આસપાસના લોકોએ જણાવ્યું હતું કે અહીં રોજ 15થી 20 જેટલા મૃતદેહો દફનાવવામાં આવે છે. ઘાટના કિનારે મૃતદેહો ને દફનાવવા આવેલી એક વ્યક્તિએ કહ્યું, તેઓ મોંઘાં લાકડાં અને સ્મશાનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેથી તેઓ અહીં મૃતદેહને દફનાવી રહ્યા છે. માતા ગંગા તેમને મુક્તિ આપશે.
કોરોનામાં મૃત્યુઆંકની સંખ્યામાં વધારો થવાને કારણે સ્મશાનઘાટ પર લાકડાંનો ભાવ પણ વધ્યો છે. સામાન્ય દિવસોમાં, જ્યાં લાકડાંને 1000 રૂપિયામાં એક ક્વિન્ટલ વેચવામાં આવતાં હતાં, હવે આડેધમ ભાવ વસૂલવામાં આવી રહ્યા છે. એક માહિતી પ્રમાણે આ વખતે લાકડાં પ્રતિ ક્વિન્ટલ 1500થી 1800 રૂપિયામાં વેચાઇ રહ્યાં છે.હાલમાં અગ્નિસંસ્કાર માટે અત્યારે લગભગ 12 હજાર જેટલો ખર્ચ થઈ રહ્યો છે.તેથી તેઓ ગંગા કિનારે જ્યાં જગ્યા મળે ત્યાં મૃતદેહ દફનાવી રહ્યા છે.કારણકે એવા ગરીબ છે જે પહેલેથી જ તેમના પરિવારજનની સારવારમાં તૂટી ગયેલા છે, તેમના માટે અંતિમસંસ્કારમાં વધુ પૈસા ખર્ચ કરવા શક્ય નથી,