હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી નાં કન્વેન્શન હોલ ખાતે બુધવારે ગરીબ કલ્યાણ અને સુશાસન કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. જેમા કેન્દ્ર સરકાર જ્યારે સુશાસન નાં 8 વર્ષ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ માં ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિવિધ યોજના નાં લાભાર્થી ઓ સાથે સંવાદ કરી ને તેમને મળેલાં લાભો જાણવા નો પ્રયત્ન કર્યો હતો. સંવાદ કાર્યક્રમ માં સરકાર ની 13 ફ્લેગશીપ યોજનાઓના લાભાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતાં. જે પૈકીના દરેક યોજનાના બે લાભાર્થી ઓ સાથે આરોગ્યમંત્રી એ સીધો સંવાદ કર્યો હતો. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દરેક તાલુકા માં ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાની સરકારની હવે વિચારણા કરી રહી છે. 8 વર્ષમાં સરકારે નવા આયામો સર કર્યા છે. અને વિકાસને વેગ આપ્યો છે. દેશનાં વડાપ્રધાન ગુજરાતને હંમેશા આગળ રાખે છે. ગરીબ અને જરૂરીયાતમંદની સેવા એ જ સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા રહી છે. કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, કિશોરભાઈ મહેશ્વરી કલેક્ટર સહિતના હાજર હતા.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું