Shantishram News, Diyodar, Gujarat.
ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે 31 જુલાઈના રોજ “પાંચ વર્ષ આપણી સરકારના -સૌના સાથ સૌના વિકાસના” અંતર્ગત આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોના સંદર્ભે ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં અને ગાંધીનગર જિલ્લા ભાજપાના પ્રભારી શ્રી ડો. હર્ષદભાઇ પટેલ અને શ્રી પંકજભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લા ભાજપા કાર્યાલય ‘ શ્રી કમલમ ‘ ખાતે બેઠક યોજાઇ ગઇ હતી.
આ બેઠકમાં જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી રમેશજી ઠાકોર, શ્રી રાજુભાઇ પટેલ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો સહિત મંડલના સર્વે અપેક્ષિત હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રભારી ડો હર્ષદભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા પર પ્રદેશ ભાજપાની યોજના અનુસાર આગામી 1 ઓગષ્ટ થી 9 ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે ૧ ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ, 2 ઓગસ્ટ, સંવેદના દિવસ, 4 ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, 5 ઓગસ્ટ કિસાન સન્માન દિવસ, 6 ઓગસ્ટ રોજગાર દિવસ, 7 ઓગસ્ટ વિકાસ દિવસ, 8 ઓગસ્ટ શહેર જન સુખાકારી અને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રભારીશ્રી પંકજભાઈ ચૌધરીએ ઉપસ્થિત સૌને સંબોધતા કહ્યું હતું કે ભાજપાની રાજ્ય સરકારે જનકલ્યાણ કરેલા કાર્યો જન જન સુધી પહોંચે તે માટે બુથ કક્ષા સુધીના માઇક્રો આયોજનો હાથ ધરવા આવશ્યક છે. આગામી આ કાર્યક્રમોમાં સંગઠનના પ્રત્યેક કાર્યકર્તા સક્રિય પણે ચાવીરૂપ ભૂમિકા ભજવે અને જનસેવાના હેતુ સિદ્ધ થાય તે ખાસ ધ્યાન રાખવા તેઓએ હિદાયત કરી હતી.
જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી અનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપ સરકારે લોકોના કલ્યાણ અને રાજ્યના વિકાસ માટે એક નિષ્ઠ અને નિરંતર પ્રયાસો કર્યા છે. રાજ્યની ભાજપા સરકારે સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસના સંકલ્પને સિદ્ધિ સુધી લઈ જવા પ્રજા કલ્યાણના અનેક નિર્ણયો લીધા છે. તારીખ 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન વિવિધ વર્ગો અને સમૂહને આવરી લેતા આ કાર્યક્રમમાં આપણે સૌએ પૂરક બનીને કાર્ય કરવાનું છે. તેઓએ કહ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા પર યોજાનારા કાર્યક્રમો થકી શહેરથી લઈને છેવાડાના ગામડાઓ સુધી સરકાર દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓથી પ્રત્યેક લાભાર્થી લાભાન્વિત થાય તે સુનિશ્ચિત કરવું એ એક કાર્યકર્તા તરીકે આપણું પ્રાથમિક દાયિત્વ બને છે.
શ્રી પટેલે અંતમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને રાજ્યની ભાજપા સરકારના સુશાસન અને વિશ્વાસના પાંચ વર્ષની કામગીરીનુ ભાથુ અને તેની ફળશ્રુતિથી લોકો અવગત થાય તે માટે નિશ્ચિત દિશામાં પ્રયાસો કરવા હિમાયત કરી હતી.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268