ભારત દેશે 85 દિવસમાં કોરોના રસીના 10 કરોડ ડોઝ આપ્યા છે
આ સાથે ભારત દેશે વિશ્વસત્તા અમેરિકા અને ચીનને પાછળ પાડેલ છે.
નોંધનીય છે કે અમેરિકાએ 89 દિવસ અને ચીને 102 દિવસમાં રસીના 10 કરોડ ડોઝ પૂરા કર્યા હતા.
આજે જ્યારે ભારત દેશમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે તેની સામે સરકાર દ્વારા રસીકરણની તીવ્રતામાં વધારો કરવામાં આવ્યો છે.
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂઆત થઈ છે. ત્યારથી લઈને દેશમાં અત્યાર સુધીમાં 10 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અન્ય દેશોની વાત કરીએ તો વિશ્વસત્તા અમેરિકામાં 89 દિવસમાં 10 કરોડ ડોઝ પૂરા થયા હતા જ્યારે ચીનમાં 102 દિવસમાં 10 કરોડ ડોઝ પૂરા થયા હતા.
દેશમાં રસીકરણની શરૂઆત 16 જાન્યુઆરીના રોજ થઈ હતી. તે સમયે રસિકરણના પ્રથમ તબક્કામાં 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવતી હતી. ત્યાર બાદ 45 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની શરૂઆત થઈ. 1 માર્ચથી ગંભીર રોગથી પીડિત રોગીઓને રસી આપવાનું શરૂ કરાયું હતુ.
આરોગ્ય મંત્રાલયે શુક્રવારે આંકડા જાહેર કરતા કહ્યું કે, દેશમાં કોરોના રસીના અત્યાર સુધીમાં 9.78 કરોડ થી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય કર્મચારી, ફ્રન્ટલાઈન વર્કર્સ અને આ ઉપરાંત 45 થી 60 વર્ષની વયના અને 60 વર્ષથી વધુ વયના લોકો નો સમાવેશ થાય છે.
દેશમાં આજે જ્યારે એક દિવસમાં 1 લાખ થી વધારે કેસો આવી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1.30 કરોડ ને પાર થઈ ગઈ છે.