કોરોનાની બીજી લહેર સામે નિડરતાથી લડી રહેલા ભારતની મદદે રશિયા આવ્યું છે.
રશિયાએ 22 ટન જરૂરી ઈક્વિપમેન્ટ્સ ભારતને મોકલીને પોતાની સાચી મિત્રતા બતાવી છે.
જેમ બધા જાણે છે હાલ ભારત આ કોરોના ની બીજી લહેર સામે લડી રહ્યું છે તેમજ ભારત ની સ્થિતિ હાલ ખૂબ જ નબળી છે હાલ વિશ્વમાં સૌથી વધારે અસર ભારત માં દેખાઈ આવી છે.
આ પરિસ્થિતિ જોતાં આપણા આંતરાષ્ટ્રીય મિત્રોએ મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
આવા જ એક મિત્ર રશિયાએ આ આપદા માટે જરૂરી ઈક્વિપમેંટ જે ભારત માં ખૂટી રહ્યા હતા તે ઇકવિપમેન્ટ્સનો પ્રબંધ રશિયાએ ભારત માટે કરી આપ્યો છે.
રશિયાએ 22 ટન આવશ્યક ઈક્વિપમેન્ટ્સ ભારત મોકલીને પોતાની સાચી મિત્રતા સાબિત કરી છે.
રશિયન ઈમર્જન્સી મિનિસ્ટ્રીએ 20 ઓક્સિજન પ્રોડક્શન યુનિટ્સ, 75 નંગ વેન્ટિલેટર્સ, 159 મેડિકલ મોનિટર્સ તથા દવાનાં 2 લાખ પેકેટ્સ સાથે જરૂરી 22 ટન આવશ્યક ઈક્વિપમેન્ટ્સ ભારતને મોકલી આપ્યાં છે.
પીએમ મોદીએ આ અંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને તેમનો આભાર માન્યો હતો.
આ દરમિયાન બંને નેતાઓએ કોરાના વાયરસ વિરુદ્ધની રસી સ્પુતનિક V ના ભારતમાં રજિસ્ટ્રેશનના નિર્ણયને આવકાર્યો હતો.
આ ઉપરાંત બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળાને પગલે ઊભી થયેલી અને સતત બદલાતી સ્થિતિ પર ચર્ચા કરી હતી.
આમ હાલ ભારત ની પરિસ્થિતિ જોઈને ભારત ની મદદ કરવા તેમજ આવેલ આપદા ને દૂર કરવા આપણા આંતરરાષ્ટ્રીય મિત્રોને સજ્જ જોઈ ને ભારત ખૂબ જ સુરક્ષિત તેમજ ગૌરનવીત મહસૂસ કરે છે.