રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે ‘બાય ઈન્ડિયન એન્ડ બાય એન્ડ મેક ઈન્ડિયન’ કેટેગરી હેઠળ સશસ્ત્ર દળોની 76,390 કરોડ રૂપિયાની મૂડી સંપાદન દરખાસ્તોને મંજૂરી આપી છે. આ અંગે સંરક્ષણ અધિકારીઓએ આ માહિતી આપી હતી.સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, “ભારતીય સેના માટે DAAC ને રફ ટેરેન ફોર્ક લિફ્ટ ટ્રક્સ, બ્રિજ લેઇંગ વ્હીલ ટેન્ક, સ્વદેશી સ્ત્રોતો દ્વારા એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલો અને વેપન ટ્રેકિંગ રડાર સાથે આર્મર્ડ કોમ્બેટ વ્હીકલ ખરીદવાની જરૂર છે” માટે નવી મંજૂરી આપવામાં આવી છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, “DAC એ ભારતીય નૌકાદળ માટે 36000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નેક્સ્ટ જનરેશન કોર્વેટ્સ (NGCs) ની પ્રાપ્તિ માટે જરૂરી મંજૂરીઓ આપી છે. આ NGCsનું નિર્માણ ભારતીય નૌકાદળની નવી ઇન-હાઉસ ડિઝાઇનના આધારે ઉત્પાદનની નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને કરવામાં આવશે.સંસક્ષણ અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે,”DAC હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડોર્નિયર એરક્રાફ્ટ અને Su-30 MKI એરો એન્જિનના ઉત્પાદન માટે વિશેષ સ્વદેશીકરણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે”.
Trending
- તેલંગાણા ટનલમાં અકસ્માત, 8 કામદારો 14 કિમી અંદર ફસાયા
- અમદાવાદમાં સ્ટીલ ઉદ્યોગપતિ સાથે થઇ રૂ. ૧.૯૨ કરોડની છેતરપિંડી ,નકલી મહિલા મિત્રએ કરી છેતરપિંડી
- 28 ફેબ્રુઆરીએ Balaji Phosphatesનો IPO ખુલશે, શું રોકાણકારોની અપેક્ષાઓ પૂરી કરી શકશે?
- હથેળી પરની આ રેખાથી જાણો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ, જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર
- શું અર્જુનની છાલ હૃદયના અવરોધને મટાડે છે? તેના ફાયદા અને ગેરફાયદા જાણો
- આજનું પંચાંગ 23 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ રાશિના જાતકોને મળશે ભાગીદારોનો સાથ અને થશે આર્થિક લાભ , વાંચો તમારું દૈનિક રાશિફળ.
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું