યુપીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે ગુરુવારે વિધાનસભામાં એક કરોડ યુવાનોને ટેબલેટ અને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી છે. આ સાથે રાજયના કર્મચારીઓના 28 ટકા ડીએ અને આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બજેટ ચર્ચાના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનાર યુવાનોને ત્રણ વખત પરીક્ષામાં જવા માટે મુસાફરી ભથ્થુ પણ આપવામાં આવશે.
ટેબલેટ અને સ્માર્ટફોન આપવા માટે 3000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવ્યું છે. તકનીકી ડિપ્લોમાં સ્નાતક અથવા માસ્ટર્સ કરી રહેલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર ટુંક સમયમાં 16 લાખ રાજય કર્મચારીઓ અને 12 લાખ પેન્શનરોને 28 ટકા ડીએની રકમ ચૂકવશે. આ 1 જુલાઈ 2021થી ચુકવવાપાત્ર થશે. મુખ્યમંત્રીએ સંસ્કૃતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ, શેરડીના ખેડુતોને સંપૂર્ણ ચૂકવણીથી જાહેરાત કરી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268