એનસીપી નેતા શરદ પવારના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સિંહાના નામ પર સર્વસહમતિ સધાઈ હતી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર, નેશનલ કૉન્ફરન્સના ફારુખ અબ્દુલ્લાહ તથા પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીના ઇન્કાર બાદ તૃણમુલ કૉંગ્રેસના નેતા યશવંત સિંહા વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવા તૈયાર થઈ ગયા છે. મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે સિંહાના નામનો સ્વીકાર કર્યો છે. એનસીપી નેતા શરદ પવારના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સિંહાના નામ પર સર્વસહમતિ સધાઈ હતી. સિંહાએ તેમના સાર્વજનિક જીવનની શરૂઆત આઈએએસ અધિકારી તરીકે કરી હતી. તેઓ વાજપેયી સરકારમાં વિદેશમંત્રી તથા નાણામંત્રી પણ રહ્યા હતા. મોદી-શાહની બીજેપીમાં માફક ન આવતાં તેમણે પાર્ટી છોડી દીધી હતી અને રાજનીતિમાંથી સન્યાસ લઈ લીધો હતો. જોકે, ગત વર્ષે તેઓ તથા પૂર્વ ભાજપી નેતા શત્રુઘ્ન સિંહા મમતા બેનરજીની તૃણમુલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા. વિપક્ષના મતે સિંહા “રાષ્ટ્રપતિપદે નિર્વિરોધ ચૂંટાવાને પાત્ર ઉમેદવાર” છે, પરંતુ ભાજપ દ્વારા વિપક્ષના ઉમેદવારને સ્વીકારવામાં આવે તેવી શક્યતા નહિવત્ હોય 18 જુલાઈએના મતદાન થશે અને 21 જુલાઈએ મતગણતરી થશે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો