વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સરકારી યોજનાઓના શિલાન્યાસ તેમજ લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આજવા રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડમાં તેઓની જંગી જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના ભાગરૂપે છેલ્લા ૧૮ દિવસથી વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ થી આજવા રોડ તરફ ના માર્ગની કાયાપલટ કરી દેવામાં આવી હતી ઠેર ઠેર સુશોભન અને વૃક્ષારોપણ કરી વિસ્તારને અલકાપુરી જેવો પોશ વિસ્તાર બનાવી દેવાયો હતો. વર્ષોથી રખડતી ગાયો માટે પ્રચલિત આજવા રોડ ૧૮ દિવસથી ઢોર મુક્ત બની ગયો હતો. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા પૂરી થઇ અને તેઓ દિલ્હી પહોંચે તે પહેલા ફરીવાર ન્યુ વીઆઇપી રોડ તેમજ આજવા રોડ પર રખડતા ઢોરોની એન્ટ્રી જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોય વડોદરા શહેરના તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી ન્યુ વીઆઇપી રોડ તેમજ આજવા રોડના શણગાર જોઈને સોશિયલ મીડિયા પર મિમ્સ વાયરલ થતા હતા કે આજવા રોડ પર અલકાપુરી જેવું ફીલ મળી રહ્યું છે. જોકે આ ક્ષણિક ફીલિંગ મોદી સાહેબના દિલ્હી પહોંચ્યા પહેલાં જ ચકનાચૂર થઈ છે
Trending
- હરિયાણામાં ધુમ્મસ વચ્ચે મોટો અકસ્માત,હાઇવે પર 10 વાહનો અથડાયા
- શ્રદ્ધા મિશ્રાએ સા રે ગા મા પા ની ટ્રોફી જીતી, સ્વપ્ન થયું સાકાર
- ટીમ ઈન્ડિયા 14 મહિનામાં બદલાઈ , 2023 વર્લ્ડ કપ રમનારા 6 દિગ્ગજ ખેલાડીઓ બહાર
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો