વિકાસની રફતારની તેજ બનાવવા માટે કેન્દ્ર સરકાર એક મોટુ પગલુ ભરવા જઇ રહી છે. સરકારે અંડર સેક્રેટરી લેવલના ઓફિસરોના રિવ્યુનો આદેશ આપ્યો છે. આ રિવ્યુ નબળુ પરફોર્મ કરનાર કેન્દ્રીય કર્મચારીઓ અને 50 વર્ષથી વધુ ઉંમર પાર કરી ચુકેલા અધિકારીઓનું થશે. માનવામાં આવી રહ્યું છે કે અંડરપર્ફોર્મ કરનારા અધિકારીઓ પર કેન્દ્ર સરકાર પર એક્શન લઇ શકે છે.
જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે મહત્વપૂર્ણ છે કારણ કે અગાઉ જ્યારે આવું થયુ હતું ત્યારે ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા ઘણા અધિકારીઓને સમય પહેલા જ રિટાયર કરી દેવામાં આવ્યા હતા, જેમનુ પર્ફોર્મન્સ ખરાબ હતુ. પર્ફોર્મન્સ નિશ્વિત કરવાનો જે આધાર નક્કી કરવામાં આવ્યો છે, તેમાં રજાઓની સંખ્યા, પ્રોપર્ટી અથવા ટ્રાન્જેક્શન પર શંકા, મેડિકલ હેલ્થ જેવી બાબતો ધ્યાનમાં લેવામાં આવશે.
જો કે તેમાં રાહતની વાત તે લોકો માટે છે તેમના રિટાયરમેન્ટને હવે ફક્ત એક વર્ષ જેટલો જ સમય બાકી છે, તેવામાં તેમને સમય પહેલા રિટાયર નહીં કરવામાં આવે. તેને પૂરા રિવ્યુ દરમિયાન અંડર સેક્રેટરી લેવલનો પૂરો રેકોર્ડ ગણવામાં આવશે. સરકાર અનુસાર, સર્વિસ રેકોર્ડમાં અધિકારીને મળલા ટાર્ગેટ ઉપરાંત ફાઇલ ક્લિયર, પેપર સબમિટ સહિત અન્ય વસ્તુઓને પણ માપવામાં આવશે.
આ રિવ્યુ માટે શરૂઆતનો નિર્દેશ ઓગસ્ટ 2020માં આપવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે શું સરકારી અધિકારીને કામ ચાલુ રાખવુ જોઇએ કે પછી પબ્લિક ઇન્ટરેસ્ટમાં જલ્દી રિટાયર થઇ જવુ જોઇએ. તેના માટે કાયદેસર એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે,જેમાં તમામ પોઇન્ટ્સ નોટ કરવામાં આવશે. તમામ ડિપાર્ટમેન્ટ, મંત્રાલયોને પૂરો ડેટા અને ઇનપુટ પૂરો પાડવો પડશે.
મંત્રાલયો અને ડિપાર્ટમેન્ટને કડક આદેશ આપવામાં આવ્યાં છે કે જે પણ ફોર્મ આપવામાં આવી રહ્યાં છે, તેનું કોઇ પણ કોલમ ખાલી ન રહેવુ જોઇએ. સરકારે ગત વર્ષે જ આવા જ એક એક્શન દરમિયાન સ્પષ્ટતા કરી હતી કે આ કોઇ પ્રકારની પેનલ્ટી નથી, પરંતુ એક કંપલસરી રિટાયરમેન્ટ માનવામાં આવશે. એટલે કે સરકાર પાસે તેનો અધિકાર છે કે તે લોકોના હિતને ધ્યાનમાં રાખતા આ પ્રકારના અધિકારીઓને રિટાયર કરી શકે. ખાસ વાત એ છે કે જો કોઇ અધિકારીને રિવ્યુ કરવામાં આવે છે, તો તેનો અર્થ એ નથી કે તેનું ફરી વાર રિવ્યુ નહીં કરવામાં આવે. રિવ્યુ માટે CCA દ્વારા બે સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે. જે સંબંધિત અધિકારીઓનું રિવ્યુ કરશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268