ભારત સરકારની કેબિનેટ માં ફેરફાર ? કોને મળશે ચાન્સ
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ
ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદીજી સરકાર કેબિનેટમાં ફેરબદલને લઈને મોટું મંથન ચાલી રહ્યું છે.
ભાજપ સરકારે મિશન 2024ની તૈયારી શરૂ કરી દીધી છે.
2024ની સામાન્ય ચૂંટણી પહેલા મંત્રીમંડળના થનારા સૌથી મોટા ફેરબદલ પર મંથન શરૂ થઈ ગયું છે.
તેને જોતા દરેક રાજ્યમાં કોને મળશે ચાન્સ ની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં ભાજપના મહત્વના મહોરા ગણાતા સીઆર પાટીલને નવી મોટી જવાબદારી મળવાની શક્યતા જોવાઇ રહી છે.
આ તમામ તૈયારીઓ મિશન 2024 માટે છે, જેના પર ભાજપે કામ શરૂ કરી દીધું છે.
કેન્દ્ર સરકારે અચાનક ચિરાગ પાસવાનની સુરક્ષા વધારી દેતા મોદી કેબિનેટમાં ફેરબદલની ચર્ચાઓ વધુ પ્રબળ બની છે માનવામાં આવી રહ્યું છે કે ચિરાગ પાસવાનને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જો કે ચિરાગે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.
hu
ચિરાગે કહ્યું કે, બિહારના લોકોને મારા મંત્રી પદ અને મારી સુરક્ષા સાથે કોઈ લેવાદેવા નથી. આવા પ્રશ્નોનો કોઈ અર્થ નથી.”
વાસ્તવમાં, બીજેપી બિહારમાં મહાગઠબંધન સામે મજબૂત સમીકરણ બનાવવા ચિરાગને સાથે લાવવા માંગે છે, પરંતુ કદાચ ચિરાગ હજુ પણ મૂંઝવણમાં છે.
આ લોકોને મળી શકે છે સ્થાન :
દેશના રાજકારણ માટે આગામી 18 મહિના મહત્વના છે. આ જ કારણ છે કે ભાજપે અત્યારથી જ બધા સહયોગીઓને જોડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કેબિનેટમાં ભાજપે સમગ્ર ભારતનું ધ્યાન રાખ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, વિસ્તરણમાં મહારાષ્ટ્રમાંથી શિંદે જૂથ અને AIADMKને સ્થાન મળી શકે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢના નેતાઓને પણ ફેરબદલનો ફાયદો મળી શકે છે.
જો ચર્ચાઓનું માનીએ તો કેન્દ્રીય કેબિનેટમાં આવનારાઓની યાદીમાં એક મજબૂત મુખ્યમંત્રીનું નામ પણ છે.
તેનો અર્થ થશે કે કેબિનેટમાં ફેરબદલની સાથે કોઈ એક રાજ્યના સીએમ પણ બદલાશે.
કેન્દ્રીય કેબિનેટમાં મુખ્યમંત્રીના સમાવેશ અંગે ટોચનું નેતૃત્વ એકમત છે, પરંતુ મુખ્યમંત્રીની ખુરશીમાં કોને સ્થાન આપવું તે અંગે હજુ સુધી નક્કર સર્વસંમતિ થઈ શકી નથી.
રાજસ્થાન પર નજર :
ભાજપ માટે રાજસ્થાન મહત્વનું છે. 2019ની ચૂંટણીમાં રાજ્યની 25માંથી 24 બેઠકો ભાજપે જીતી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ જ કારણ છે કે રાજસ્થાન પર વિશેષ ધ્યાન અપેક્ષિત છે. ફેરબદલમાં રાજસ્થાનમાંથી નવા ચહેરાઓને એન્ટ્રી મળી શકે છે.
ભાજપ રાજસ્થાનની મહિલાઓને પણ તક આપી શકે છે. તેમાંથી રાજસમંદની સાંસદ દિયા કુમારીનું નામ આગળ છે. આદિવાસી સાંસદને તક આપી શકે છે.
કિરોણીલાલ મીણા ગેહલોત સરકાર પર અવારનવાર શાબ્દિક હુમલાઓ કરતા જોવા મળે છે. આ કારણે તેમને તક મળી શકે છે
કેટલાકના કપાઈ શકે છે પત્તા :
કેટલાક મંત્રીઓનું પત્તું કાપીને તેમને સંગઠનના કામમાં રોકી શકાય છે.
આ પૈકી, કેટલાક અગ્રણી નામો એવા છે કે જેઓ અગાઉ પણ સંગઠનમાં મોટી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.
ચૂંટણી પહેલા મેદાન મજબૂત કરવા માટે તેમને ફરીથી મોકલી શકાય છે.
કેબિનેટનું વિસ્તરણ ક્યારે થશે તેની તારીખ નક્કી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આવતા મહિને બજેટ સત્ર પછી ગમે ત્યારે કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે.
Narendra Modi Government Cabinet Reshuffle