“ગરીબ કલ્યાણ સંમેલન”એ તમામ જિલ્લાઓને આવરી લેતો સૌથી મોટો રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમ છે.કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ તમામ યોજનાઓનો લાભ નાગરિકોને ખુબ જ સરળતાથી મળે અને છેવાડાના લાભાર્થીને પણ યોજનાના દાયરામાં આવરી લેવાનો આ સંવાદ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય છે.જિલ્લા કક્ષાનું “ગરીબ કલ્યાણ સંમેલન” મોડાસાના ભામાશા હૉલ ખાતે યોજાયું. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી એ પ્રધાનમંત્રીની ફ્લેગશિપ અંતર્ગતની 13 યોજનાના લાભાર્થીઓને સાથે સંવાદ કર્યો. લાભાર્થીઓ સાથે વાતચીત કરી તેમને મળેલી સહાય અંગે માહિતી મેળવી. તેમને સહાય યોગ્ય સમયે અને યોગ્ય રીતે મળી હતી કે કેમ તેની સમીક્ષા કરી.કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે દેશના નાગરિકોને યોજનાનો લાભ અપાવવો એ અમારું કર્તવ્ય છે. હું પ્રધાનમંત્રી નહિ આપના પરિવારનો સભ્ય બનવા માંગુ છું. તમારાથી જ મારી જિંદગી છે અને આ જીંદગી તમારી જ છે.દરેક ભારતવાસીઓની જિંદગીમાં સુખ, સુરક્ષા, સન્માન માટે હું હમેશા કાર્યરત રહીશ. આજે દેશમાં લુંટ, ચોરી, ગુનેગારી બદલે મહીલા શક્તિ, પ્રગતિ, આરોગ્યની વાત થાય છે.અમે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવાનું કામ કરીએ છીએ.કાર્યક્રમમાં માનનીય મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે જનધન યોજનાથી નાનામાં નાના લોકોના બેંકમાં ખાતા ખોલાવ્યા. આ બેન્ક ખાતામાં જ તમામ યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરાઇ છે. લોકોને તકલીફ ન પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેથી લોકોને તમામ સુવિધા તેમને ઘર આંગણે મળી રહે. પીએમ લોકોની ચિંતા કરતા, લોકો સાથે જોડાયેલ વ્યક્તિ છે. સરકારની યોજના આજે દરેક ખૂણાના વ્યક્તિ સુધી પહોંચી છે.કાર્યક્રમમાં માનનીય સાંસદ હસમુખભાઈ પટેલે જણાવ્યું કે આ સરકાર લોકોની ચિંતા કરે છે. દરેક વંચિતને લગતી યોજના બને, તેનો લાભ દરેક છેવાડાના નાગરિકને મળે તેવું સુશાસન ભારત સરકાર દ્વારા ઉભુ કરાયું છે. ઘરે ઘરે શૌચલય, ગેસ કનેકશન, આવાસ, વીજળી ,શિક્ષણ , આરોગ્ય પૂરું પાડવામાં આવ્યું છે.કાર્યક્રમમાં માનનીય કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે જીલ્લાના દરેક છેવાડાના નાગરિક સુધી દરેક પ્રજાલક્ષી યોજનાના લાભ મળે તે માટે સરકાર અને વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આપણે સાથે મળીને આગળ વધવાનું છે.કાર્યક્રમમાં રાજ્યકક્ષાના અન્ન પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર,અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના,અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી બી.ડી.ડાવેરા ,નગરપાલિકા પ્રમુખ મતી જલ્પાબેન ભાવસાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ મનાત સહિતના અઘિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું