તાજેતરમાં જ મેંદરડા તાલુકા અનુસૂચિત જાતિ ભાજપમાં મોરચાની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે શત્રુઘન ભાઈ ભરતભાઈ દાફડા તાલુકાના પ્રભારી તેમજ મેંદરડા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મોહનભાઈ વાળા મેંદરડા તાલુકાના ઉપપ્રમુખ જસાભાઈ ડાભી મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ ના પ્રતિનિધિ તરીકે જે ડી ખાવડું તેમજ અન્ય ભાજપ મોરચાના કાર્યકરોની એક અગત્યની બેઠક મળી હતી જેમાં મેંદરડા તાલુકા ભાજપ મોરચાના કાર્યકરો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા મેંદરડા શહેરના વડલી ચોક નજીક આવેલ વિસ્તારમાં યોજાયેલી આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા ભાજપના મહામંત્રી હિરેન ભાઈ સોલંકી તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કાઉન્સિલ મેમ્બર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ એવા ડોલીબેન અજમેરા સહિતના કાર્યકરો અને આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો તેમજ સમાજ માટે કેટલાક અગત્યના પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા કેટલાક મુદ્દાઓ ને લઇ ચર્ચા કરવામાં આવી અને તેનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા.
Trending
- તેલંગાણા ટનલમાં અકસ્માત, 8 કામદારો 14 કિમી અંદર ફસાયા
- અમદાવાદમાં સ્ટીલ ઉદ્યોગપતિ સાથે થઇ રૂ. ૧.૯૨ કરોડની છેતરપિંડી ,નકલી મહિલા મિત્રએ કરી છેતરપિંડી
- 28 ફેબ્રુઆરીએ Balaji Phosphatesનો IPO ખુલશે, શું રોકાણકારોની અપેક્ષાઓ પૂરી કરી શકશે?
- હથેળી પરની આ રેખાથી જાણો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ, જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર
- શું અર્જુનની છાલ હૃદયના અવરોધને મટાડે છે? તેના ફાયદા અને ગેરફાયદા જાણો
- આજનું પંચાંગ 23 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ રાશિના જાતકોને મળશે ભાગીદારોનો સાથ અને થશે આર્થિક લાભ , વાંચો તમારું દૈનિક રાશિફળ.
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું