ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેના માટે અત્યારથી રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. જો કે હવે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ થવાની હોય તેવા એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. આગામી સમયમાં તે આપની સામે આવી પણ જશે, જો કે, તાજેતરમાં જે અહેવાલો આવ્યા છે, તેના પરથી એટલી વાત તો ચોક્કસ છે કે ગુજરાતમાં આગામી સમયમાં રાજકારણમાં ખરાખરીનો જંગ જામવાનો છે. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ તાજેતરમાં વર્ચુઅલ પ્લેટફોર્મ પરથી તેમની તાકાતનો પરચો આપ્યો હતો. ફેબ્રુઆરી તથા માર્ચમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં જે રીતે એઆઈએમઆઈએમને મળેલી આંશિક સફળતા બાદ ટીએમસીએ પણ ગુજરાતમાં નસીબ અપનાવવાનો નિર્ણય કર્યો છે. ટીએમસ કોંગ્રેસ ગુજરાતના સંયોજક જિતેન્દ્ર ખડાયતા જણાવે છે કે, ટીએમસએ 2012માં વિધાનસભા ચૂંટણીમાં એક ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો હતો. પણ આ ચૂંટણી પરાણે લડ્યા હોય તેવી સ્થિતી હતી.
ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પોતાની પુરેપુરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. ટીએમસી આગામી દિવસોમાં ગુજરાતમાં એક જોરદાર અભિયાનની તૈયારી કરી રહી છે. સૌથી પહેલા પાર્ટી રાજ્યના મોટા મોટા શહેરોમાં ચોક પર હોર્ડિગ અને બેનર લગાવશે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી વાર રાજ્યના મુખ્યમંત્રી તરીકેની કમાન સંભાળી છે. જ્યાં ટીએમસીએ ભાજપને ધૂળ ચડાવી હતી. જો કે, ટીએમસી હવે ગુજરાતમાં સંગઠન અને કેડર ક્યાંય નજરે પડતુ નથી. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટી અને ઔવેસની પાર્ટીને મળેલી સફળતા બાદ ટીએમસીએ પણ સપના જોયા છે. સુરતમાં તો આપ પાર્ટીએ મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે દરજ્જો મેળવવામાં સફળ રહી છે.
તો વળી ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ ગોધરા, મોડાસા, અમદાવાદમાં પોતાની જીત નોંધાવી છે. એટલે જ હવે ટીએમસી પણ રાષ્ટ્રીય સ્તર પર પોતાનો પગ પેસારો કરવાના જૂગાડમાં લાગી ગઈ છે. એટલા માટે આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તે ગુજરાતથી શરૂઆત કરવા માગે છે. આમ જોવા જઈએ તો, ગુજરાતમાં મુખ્ય બે જ પાર્ટી ભાજપ અને કોંગ્રેસ આમને-સામને હોય છે. જો કે અગાઉ પૂર્વ મુખ્ય મંત્રી ચિમન ભાઈ પટેલ તથા પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ગુજરાતમાં ત્રીજો મોર્ચો ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ અંતત: આ લોકો પણ રાષ્ટ્રીય પાર્ટીઓમાં ભળી ગયા હતાં. આમ આદમી પાર્ટી અને ટીએમસી પોતાના રાજ્યોમાં સત્તામાં છે, એટલા માટે તેમને થોડો ફાયદો જરૂરથી થવાનો છે. જો કે હાલમાં વિધાનસભાની ચૂંટણીની તસ્વીર સ્પષ્ટ થવામાં થોડો સમય ચોક્કસથી લાગી શકે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268