ભારત માટે આવનારા 6-12 મહિના અત્યંત મહત્વપૂર્ણ, યોગ્ય પગલાં ન લેવાયા તો મુશ્કેલીઓનો કરવો પડશે સામનો:
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર લોકોને પાયમાલ કરી રહી છે.
ભારત ના તમામ પ્રયાસો જાણે નિષ્ફળતા ને વરી રહ્યા છે અને માત્ર લહેરો તેની મેળે ભારત ને માફ કરે તો જ સ્થિતિ સુધરે એવા હાલ છે.
દેશમાં જ્યારે દરરોજ 4000 થી વધુ લોકો મરી રહ્યા છે તેવા માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ( WHO ) ચીફ સાયન્ટિસ્ટ ડૉ.સોમ્યા સ્વામિનાથને ભારતને રોગચાળાની હવે પછીની લહેરો વિશે ચેતવણી આપી છે.
તેમણે કહ્યું કે,”નજીકના ભવિષ્યમાં કોરોનાની અનેક લહેરો ભારતની મુશ્કેલીમાં અત્યંત વધારો કરી શકે છે.”
ભારતના પ્રયત્નોની દ્રષ્ટિએ આગામી 6 થી 18 મહિના ભારત માટે મહત્વપૂર્ણ રહેશે. આ સમયગાળો વાયરસના વિકાસ પર મોટા પ્રમાણમાં નિર્ભર છે.
સામે રસીની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ કેટલા સમય સુધી રસીથી લોકોને સુરક્ષિત કરે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
આપણે જાણીએ છીએ કે આ વૈશ્વિક રોગચાળો બહુ જલ્દી સમાપ્ત થઈ જશે. તે વર્ષ 2021 ના અંત સુધીમાં સમાપ્ત થાય તેવી શક્યતા છે.
ત્યાં સુધીમાં વિશ્વની 30 ટકા વસ્તી રસી અપાઈ ગઈ હશે. આવતા 6 થી 12 મહિનામાં આપણે રોગચાળા સામેની લડત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તે પછી જ આપણે કોરોના રોગચાળાને સમાપ્ત કરવા માટે લાંબા ગાળાની યોજના પર કામ કરવું જોઈએ.
ભારત ની વ્યવસ્થા જોઈએ તો સરકાર ક્ષમતા કરતા ઘણી ઓછી મહેનત કરી રહી છે.
એક બાજુ કાળાબજારિયાઓ એ આતંક મચાવ્યો છે, તો બીજી બાજુ ગુજરાત પર પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ વાવાઝોડાને લીધે સર્જાઈ છે.
સરકાર અને નાગરિકો આવી સ્થિતિમાં જેમ તેમ જઝૂમી રહ્યા છે. કોરોનાનો આતંક અને સરકારની નિષ્ફળ કામગીરી નાગરિકોનો ભોગ લઈ રહી છે.
એવા માં ત્રીજી લહેરનો ખતરો મંડાઈ રહ્યો છે જેની કલ્પના અત્યંત ભયાવહ છે.
વધુ વાંચો
પ્લાઝ્મા થેરાપી નથી અસરકારક, મધ્યમ ગંભીર દર્દીઓને જ થેરાપી આપવી : ICMR
તૌક્તે વાવાઝોડું: ભારતના આ રાજ્યોમાં જાહેર કરાયું એલર્ટ, જાણો ક્યારે ટકરાશે જમીન પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268