બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટી ના કીશાન મોરચા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ હીતેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ બાબતે મીટીંગ યોજાઇ… બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલા ભવાની ફાર્મહાઉસ ઉપર ભારતીય જનતા પાર્ટીની મીટીંગ યોજાઇ હતી જેમાં મીટીંગ દરમિયાન લોકો ને ઉપયોગી થવા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી જેમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આઝાદી ના અમૃત મહોત્સવ ના રુપે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા ના સંકલ્પ કર્યો છે ત્યારે વૃક્ષ જાળવણી વૃક્ષો વાવવા તેમજ અન્ય રોડ રસ્તા, આરોગ્ય લક્ષી સેવા, ખેડુતનેલગતી યોજનાઓ તેમજ ખેતી વગર ના લોકો ને સરકારી લાભો આપવા બાબતે ભાભર વાવ સુઇગામ ના પુર્વ ધારાસભ્ય અને હાલ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ના માર્ગદર્શન મુજબ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ એ કમરકસી હતી જેમાં લોક હીતના કાર્ય કરવા બાબતે અને પર્યાવરણ જાળવવા માટે ભાજપ કીશાન મોરચા ગુજરાત પ્રદેશ પ્રમુખ હીતેશભાઇ પટેલ પણ આહવાન કર્યું હતુ ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટી ના કીશાન મોરચા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ હીતેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ બાબતે મીટીંગ યોજાઇ…
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું