કેસરિયા બાલમ પધારો મારે દેશ… વર્ષોથી આ જેમની મોબાઇલની ડાયલર ટ્યૂન રહી છે એવા ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રે આગળ પડતા અને 5 વર્ષ પહેલાં ભાજપથી વિમુખ થયેલા પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ફરી ભાજપ પરિવારમાં જોડાય કેસરિયો ધારણ કરી લીધો છે. જોકે 42 વર્ષની રાજકીય સફરમાં ભાજપ, રાજપા, કોંગ્રેસ, ભાજપ, અપક્ષમાં ભ્રમણ કરી ફરી ભાજપામાં જોડાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા એ વર્ષો બાદ ઘર અને પરિવાર વાપસી કરી છે અને ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. આજરોજ બપોરે 12 કલાકે તેઓએ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો હતો. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલએ તેમણે ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવયો. ખુમાનસિંહ વાંસીયા ગુજરાત સરકારમાં શહેરીવિકાસ મંત્રી રહી ચૂક્યા છે ત્યાર બાદ તેઓ રા.જ.પા.માં જોડાયા હતા. જે બાદ કોંગ્રેસ અને ફરી પાછા ભાજપમાં વળ્યાં હતા. વર્ષ 2017માં ગત વિધાનસભાની ચૂંટણી જંબુસર બેઠક પરથી અપક્ષ તરીકે લડ્યા હતા અને તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેમની અપક્ષ તરીકેની દાવેદારીના કારણે ભાજપને પણ મતોનું વિભાજન થતા આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. ખુમાનસિંહ વાંસિયા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે તેઓ હર સિધ્ધિ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન છે તો વિધવા મહિલાઓને હક્ક અપાવવા આંદોલન પણ કરી ચૂક્યા છે. તેઓએ ગુજરાતમાંથી દારૂબાંધી હટાવવાનું નિવેદન આપી વિવાદ પણ છેડ્યો હતો. જો કે હવે તેઓએ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે ત્યારે જોવાનું રહેશે કે આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કયા નવા રાજકીય સમીકરણો રચાય છે. બોક્સ : ખુમાનસિંહ વાંસીયાની રાજકીય સફર – 1980-82- મંત્રી, ભરૂચ જિલ્લા ભાજપ – 1983-90- મહામંત્રી, ભરૂચ જિલ્લા ભાજપ – 1990-96-પ્રમુખ, ભરૂચ જિલ્લા ભાજપ – 1995-96- રાજ્યકક્ષાના મંત્રી,વન અને પર્યાવરણ વિભાગ – 1996-97-રાજ્યકક્ષાના મંત્રી – 1997-98-શહેરી વિકાસ મંત્રી,ગુજરાત સરકાર – 2010-12 કો-ઓર્ડિનેટર, ડેડીયાપાડા વિધાનસભા – 2017- જંબુસર વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર – 2022- પુન:ભાજપમાં પ્રવેશ.
Trending
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ