Shantishram News, Diyodar, Gujarat.
- દિયોદર તાલુકાના સણાદર મધ્યે અદ્યત્તન અકાર પામી રહેલ બનાસ ડેરીના નવીન પ્લાન્ટનું ઉદ્ઘાટન તા.૧૯ એપ્રિલ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનાર છે. ડેરીના થયેલ કામનું નિરીક્ષણ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ડિરેક્ટરશ્રી પી.જે.ચૌધરી, સામતાભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ સહિતના ડિરેક્ટરશ્રીઓ તથા અધિકારીઓએ કરેલ.
- બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા બનાસબેંકના ચેરમેન અણદાભાઈ પટેલે અચાનક રાજીનામું ધરી દેતાં બનાસકાંઠા જિલ્લાના સહકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ચેરમેન તરીકેનો હાલે ચાર્જ વાઇસ ચેરમેન પિરાજી ઠાકોરે સંભાળેલ છે.
- ભાભર તાલુકાના ખારી-પાલડીના ટ્રેક્ટર સાથે ગુમ થયેલા મેહુલ ઠાકોર નામના યુવકની પાલનપુરના મોરીયા ગામ નજીક દાટી દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે જે.સી.બી. મશીન દ્વારા શંકાસ્પદ જગ્યાપર ખોદકામ કરી ને મૃતદેહને બહાર કાઢ્યો હતો. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી હત્યારા યુવક કલ્પેશ ભુરાજી રાજપુતને ઝડપી લઈ જેલના સળીયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે.
- બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી સામે જીલ્લા તલાટી મહામંડળ દ્વારા ૧પ મુદાને લઈ લેખીત રજુઆત કરતાં ડીડીઓ અને તલાટી મંડળના હોદેદારો વચ્ચે છેલ્લા ચાર દિવસથી વિવાદ ચાલતો હતો. જેને લઈ ગુરૂવારે તલાટી મંડળના હોદેદારો તેમજ નાયબ જીલ્લા વિકાસ અધિકારી વચ્ચે મળેલ બેઠકમાં સુખદ અંત આવ્યો હતો.
- ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓને દર્શન આરતીનો લાભ સરળતાથી મળી રહે તેવા આશય થી ર એપ્રિલ થી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે દર્શન ૭-૩૦ થી ૧૧-૩૦, બપોરે દર્શન ૧ર-૩૦ થી ૧૬-૩૦ સુધી, સાંજે દર્શન ૧૯-૦૦ થી રાત્રીના ર૧-૦૦ સુધી ખુલ્લા રહેશે.
- વિશ્વના સૌથી ધનિકોના ક્રમાંકમાં અદાણીગૃપના ચેરમેન ગૌતમ અદાણી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. હાલમાં તેમની પાસે ચાર લકઝુરીયસ એરક્રાફ્ટ હતા. તેમાં હવે વધુ એક અત્યાધૂનીક લકઝુરીયસ એરક્રાફ્ટનો ઉમેરો થયો છે. બુધવારે સાંજે આ નવું એરક્રાફ્ટ અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ થયું હતું. તેનં વોટર કેનનશીપ થી પાણીનો છંટકાવ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
- તાજેતરમાં ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા પ૭ આઈપીએસની બદલી અને ર૦ જેટલા ડી.વાય. એસ.પી.ઓ ને પ્રમોશન અપાયેલ. બનાસકાંઠા જીલ્લાના પોલીસવડા તરીકે શ્રી અક્ષયરાજ મકવાણા ની નિમણુંક થતાં જીલ્લાવાસીઓમાં આનંદ છવાયો છે. જીલ્લાનાદીઓદર મધ્યે ડીવાયએસપી તરીકે સુંદર સેવાઓ આપી લોકચાહના મેળવનાર શ્રી અક્ષયરાજ મકવાણાની પાટણ થી પાલનપુર મધ્યે ડીએસપી તરીકે વરણી થતાં સૌએ આવકારી છે.
- થરા ઓગડ વિદ્યામંદિર ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા એ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ પ્રસંગે ભારતસિંહ ભટેસરીયા, થરા નગરપાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલા, જીતુભાઇ ધાણધારા, અશોકભાઇ વાલાણી આદિ ઉપસ્થીત રહેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268