Shantishram News, Diyodar, Gujarat.
બનાસકાંઠા જીલ્લામાં ખેતીની જમીનનું પ્રમોલેગેશન કરાયા બાદ ખેડુત આલમની દશા માઠી બેઠી છે. અહિ સાંભળવાવાળું કોઈ નથી. અને આજે ખેડુત આલમ બનાસકાંઠા જીલ્લાની લેન્ડ કચેરીમાં ખુલ્લેઆમ વિનારોકટોક લુંટાઈ રહ્યો છે.
રાજકીય આગેવાનો તેમની મસ્તીમાં છે. પ્રજા ભટકી રહી છે.
ખેડુતપુત્ર હોવાનો દાવો કરનાર સાંસદ પરબતભાઈ પટેલ Parbatbhai Patel, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી (Shankarbhai Chaudhari, Chairman Banas Dairy), શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા (Kirtisinh Vaghela, MLA Kankarej) ખેડુતોની વહારે આવશે ?
બનાસકાંઠા જીલ્લામાં જમીન પ્રમોલેગેશન બાદ સર્વે કરાયેલ ટીમ દ્વારા આડેધડ કામ કરતાં ખેડુતો હેરાન પરેશાન છે.
અત્યારે બોજો નોંધાવવા હોય, વારસાઈ દાખલ કરવી હોય કે જમીન વેચાણનો દસ્તાવેજ હોય ક્યારે કામ પુરૂ પડશે તેતો ભગવાન જાણે જાણે કે રૂપિયાનો રણકાર કરવામાં આવે તો ન કલ્પેલા કામો ઓછા સમયમાંજ થઈ જાય છે. પછી ભલેને ગૌચરની જમીન તમારી જમીનનમાં ભેળવવી ન હોય ?
સરકાર દ્વારા સેવાસેતુ જેવોજ રી સર્વે નો વિશેષ કાર્યક્રમ તાલુકા મથકોએ યોજવો જાેઈએ જેમાં રેવન્યુ અધિકારી, તલાટી, તથા લેન્ડ કચેરીના અધિકારીઓને ઉપસ્થિત રાખી ખેડુતો પાસે અરજી મંગાવવી જોઈએ અહીં તેની નોંધણી કરી સરકારમાં જાણ કરવી (જેથી નાણાં વેડફી કોઈ પાછળ થી ઘુસી ન જાય)
આ તમામ અરજીઓ લાગતા વળગતા વિભાગ ને આપી ૧ મહિના કે બે મહિનાનો સમય આપી ફરીથી
આજ પ્રમાણે રી-સર્વે સેવા સેતુ યોજી તેમાં થયેલ કામગીરીની સાચી સમીક્ષા કરી જેમના તૈયાર થઈ ગયા હોય તેમને સુપ્રત કરી સરકારની ઉમદા કામગીરીથી ખેડુતોને સંતોષ આપી શકાય.
સંપૂર્ણ નેટવર્ક સાથે કામ લેવું જાેઈએ જેથી ખેડુત આલમ લુંટાતા બચી શકે.
આ દર બે-બે માસે માત્ર આજ અધિકારીઓનો સેવસેતુ રાખી ખેડુતોને યોગ્ય ન્યાય આપી શકાશે.
સરકાર રીસર્વે માટેની તારીખ લંબાવી આશ્વસન લે છે.
પરંતુ તેનું પરિણામ શું આવ્યું તેનું કોઈ રણીધણી નથી.
પ્રજા લુંટાય તેનું કામ થશે. ગરીબ માણસો રઝળી રહ્યા છે.
જીલ્લાના સર્વેયર જેવા કર્મચારી ૭૦-૭૦ હજારની લાંચમાં ઝડપાતા હોય તો વિચાર કરો
..જિલ્લામાં રિ-સર્વેમાં કેવા-કેવા ભાવોથી ખેડુતો લુંટાઈ રહ્યા હશે ????
ખેડુતોની સરકારને આજીજી…સહ વેદના…
રી-સર્વે ના “સ્પેશીયલ સેવાસેતુ” કાર્યક્રમ યોજી લેન્ડ કચેરી દ્વારા લુંટાતા ખેડુતોને બચાવો.!!!!!
Banaskantha Diyodar Khedut, promulgation For Agriculture land, farmer,
Gujarat agricultural land resurvey process, errors and irregularities
Government of India, Narendra Modi, agriculture ministry of india, Shri Narendra Singh Tomar, Hon’ble Minister of Agriculture & Farmers Welfare,
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268