Shantishram news, diyodar, gujarat
બનાસકાંઠા જીલ્લાની અગ્રણી સહકારી બેંક એવી બનાસકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક (Banas Bank) ના નિયામક મંડળના સભ્યોની વરણી માટેની ચુંટણી જાહેર કરાઈ છે.
જેમાં ર૩ ઓક્ટોમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરાયેલ અને ચુંટણીની જરૂર પડે તો
૧ર નવેમ્બરના રોજ દરેક તાલુકા મથકે મતદાન યોજાશે.
નવા નિયામક મંડળ ના ૧૬ સભ્યો માટે ચુંટણી જાહેર કરાઈ છે.
જેમાં પાલનપુર(palanpur), ડીસા(deesa), અમીરગઢ(amirgadh),વડગામ(vadgam),
દાંતા(danta), ધાનેરા (dhanera), દાંતીવાડા(dantiwada),દીઓદર(deodar),
લાખણી(lakhni), થરાદ(tharad), કાંકરેજ(kankrej), ભાભર(bhabhar),
વાવ(vav), સુઈગામ(suigam), પાટણ (patan) જીલ્લાની રાધનપુર(radhanpur) અને
સાંતલપુર(santalpur) બેઠકના એક એક પ્રતિનિધિ માટે ચુંટણી થશે.
તા.રપ ઓક્ટોમ્બર ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે.તા.ર નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
અને જરૂર પડે ચુંટણી યોજવાની થાય તો તા.૧ર નવેમ્બરના રોજ દરેક તાલુકા મામલતદાર કચેરી ખાતે સવારે ૯ થી ર વાગ્યા સુધી મતદાન યોજાશે.
અને તા.૧પ નવેમ્બર ના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર કરાશે.
દીઓદરતાલુકા ખેતીવિષયક વિભાગની ચુંટણી માટે કુલ ૬ ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે.
જ્યારે અન્ય વિભાગની જીલ્લાની એક બેઠક માટે
દીઓદર તાલુકામાંથી માકર્ટેના ચેરમેન ઈશ્વરભાઈ તરકે (ishvarbhai tarak) ફોર્મ ભરેલ છે.
જો કે દિવાળી ના તહેવારો ટાણે બનાસબેંકની ચુંટણીથતાં સહકારી ક્ષેત્રે ગરમાવો છવાયો છે.
Banaskantha ખેતી વિષયક વિભાગમાં ભરાયેલ ફોર્મ
– ઈશ્વરભાઈ તેજાભાઈ પટેલ (ishavarbhai tejabhai patel) (વર્તમાન ડીરેક્ટર)
– રમેશભાઈ યુ.પટેલ(rameshbhai u patel) (સદસ્ય જી.પં.બ.કાં.)
– ઈશ્વરભાઈ જે.તરક(ishavarbhai j tarak) (ચેરમેન માર્કેટ સમિતિ,દીઓદર)
– પાંનાભાઈ એસ.પટેલ(panabhai s patel)(ખાણોદર)
– મલાભાઈ વિરાભાઈ પટેલ(malabhai virabhai patel) (નવા)
– મફતલાલ આર.પટેલ(mafatlal r patel) (ભેસાણા) નો સમાવેશ થાય છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલશેઠ, મો. 9427535268