બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિમણૂક
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના બે ભાગ કરવામાં આવ્યા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા બનાસકાંઠા જિલ્લાને પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં વહેંચી અને કાર્યકારી પ્રમુખ નિમણૂક કરવામાં આવી.
બનાસકાંઠા જિલ્લા ના પશ્ચિમ વિસ્તાર દિયોદર, લાખણી, કાંકરેજ, સુઈગામ, ભાભર, વાવ, અને થરાદ સહિત તાલુકાઓના પ્રમુખ તરીકે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને દિયોદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવાઓ આપતા નરસિંહભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી.
જ્યારે પૂર્વ વિસ્તારના પ્રમુખ તરીકે ડામરાજી રાજગોર ને જવાબદારી સોંપવામાં આવી.
દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈને જિલ્લા કોંગ્રેસની જવાબદારી મળતા સૌએ આવકારી અને શુભકામનાઓ પાઠવી
Banaskantha District Congress Working President appointed
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://youtube.com/channel/UCJiM51UQ…
Shantishram News, Gujarat