Shantishram News, Diyodar, Gujarat.
સીમા સુરક્ષા બળ ગુજરાત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના અવસરે રાયથનવાલા (જેસલમેર) થી કેવડીયા (ગુજરાત) સુધી ૭૨૩ કિ.મી. લાંબી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.) દ્વારા સમગ્ર દેશમાં સાયકલ રેલી યોજાઈ રહી છે.
જે સાયકલ રેલી તા. ૨૬-૧૦-૨૦૨૧ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પહોંચશે.
આ સાયકલ રેલીનું આજે તા.૨૦ ઓક્ટોબર-૨૦૨૧ના રોજ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મોડેલ સ્કુલ ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાયકલ રેલીમાં જોડાયેલા બી.એસ.એફ. જવાનોને ફુલહાર પહેરાવી તેમનું ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બી.એસ.એફ. ૯૩ બટાલીયના કમાન્ડન્ટશ્રી દલબીર સિંહ અહલાવત, ૧૨૩ બટાલીયનના દ્વિતીય કમાન અધિકારીશ્રી પરમાનંદ શુક્લ,
પ્રાદેશિક મુખ્ય મથક, ગાંધીનગરના ડેપ્યુટી કમાન્ડન્ટ (જનરલ) શ્રી અરુણ કુમાર શર્મા, થરાદ આસી. પોલીસ અધિક્ષક શ્રીમતી પૂજા યાદવ અને
નેનાવા ગામના સરપંચશ્રી ગેનસિંહ દેવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સાયકલ રેલી તા.૨૧-૧૦-૨૦૨૧ના રોજ આરામ કરશે અને તા.૨૨-૧૦-૨૦૨૧ના રોજ ફરીથી છાપી થઇ આગળ પ્રસ્થાન કરશે.
તેમ બી.એસ.એફ.ના ઇન્સ્પેક્ટરશ્રી અબસલોમ સેમાએ જણાવ્યું છે.
BSF Cycle Raily, jaisalmer to kevadia colony, azadi ka amrut mahotsav, statue of unity, Banaskantha Dhanera, GUjarat
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268