ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે માત્ર છ મહિનાથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા રાજ્યમાં રેકોર્ડબ્રેક 150થી વધુ બેઠકો જીતવાના બુલંદ ઇરાદા સાથે જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.. ઉત્તર ઝોન, મધ્ય ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન હેઠળ આવતી વિધાનસભાની બેઠકો માટે પ્રભારીઓની નિમણૂંક કર્યા આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા દક્ષિણ ગુજરાત ઝોનની 35 બેઠકો માટે પ્રભારીઓની નિમણૂંક કરી દેવામાં આવી છે. નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક માટે ધર્મેશ પંચાલ, ડેડીયાપાડા બેઠક માટે મહેશ વસાવા, ભરૂચ જિલ્લાની જંબુસર બેઠક માટે ધીરૂભાઇ ગજેરા, વાગરા બેઠક માટે રાજેશ દેસાઇ, ઝઘડીયા બેઠક માટે રમેશભાઇ ઉકાણી, ભરૂચ બેઠક માટે મુળજીભાઇ ઠક્કર અને અંકલેશ્ર્વર બેઠક માટે કાંતિભાઇ ભંડેરી, સુરત જિલ્લાની માંગરોળ બેઠક માટે યોગેશ પટેલ, માંડવી બેઠક માટે જનક પટેલ, કામરેજ બેઠક માટે અમિતાબેન કોળી, ચોર્યાસી બેઠક માટે કૌશલભાઇ દવે, બારડોલી બેઠક માટે સમીરભાઇ પટેલ, ઓલપાટ બેઠક માટે મનિષભાઇ પટેલ અને મહુવા બેઠક માટે સુરેશભાઇ મકવાણાની વરણી કરવામાં આવી છે. જ્યારે સુરત શહેરની પૂર્વ વિધાનસભા બેઠક માટે ધર્મેન્દ્ર મિસ્ત્રી, ઉત્તર બેઠક માટે પરેશભાઇ પટેલ, વરાછા રોડ બેઠક માટે સીએમ પટેલ, કારંજ બેઠક માટે ભરતભાઇ પટેલ, લિંબાયત બેઠક માટે ડો.ભરત ડાંગર, ઉધના બેઠક માટે આશિષભાઇ દેસાઇ, મજુરા બેઠક માટે ડો.જીવરાજ ચૌહાણ, કતારગામ બેઠક માટે ડો.શિરિષ ભટ્ટ અને પશ્ર્ચિમ વિધાનસભાની બેઠક માટે અશ્ર્વિન પટેલની નિમણૂંંક કરવામાં આવી છે. તાપી જિલ્લાની વ્યારા બેઠક માટે છોટુભાઇ પાટીલ અને નિઝર બેઠક માટે નવલ પટેલ, ડાંગ વિધાનસભા બેઠક માટે રાજેન્દ્રસિંહ કુંવર, નવસારી જિલ્લાની જલાલપોર બેઠક માટે મહેન્દ્રભાઇ પટેલ અને નવસારી બેઠક માટે માધુભાઇ રાઉત, ગણદેવી બેઠક માટે ગણેશભાઇ બીરારી, વાસંદા બેઠક માટે બાબુભાઇ જીરાવાલા, વલસાડ જિલ્લાની ધરમપુર બેઠક માટે લલિતભાઇ વેકરીયા, વલસાડ બેઠક માટે પ્રકાશચંદ્ર પટેલ, વલસાડ જિલ્લાની પારડી બેઠક માટે હેમંતભાઇ ટેલર, વલસાડ જિલ્લાની કપરાડા બેઠક માટે કરશનભાઇ ગોંડલીયા, વલસાડ જિલ્લાની ઉમરગામ બેઠક માટે કરશનભાઇ ટીલવાની નિમણૂંક કરવામાં આવી છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો