પાટણ ગુંગડી પાટી સેવા સહ મંડળીની ચૂંટણીમાં હવે 11 બેઠક માટે 22 ઉમેદવાર મેદાનમાં પાટણની ગુંગડીપાટી સેવા સહકારી મંડળીની આગામી તા . 14 મી જૂને યોજાનારી ચૂંટણીઓમાં 13 બેઠકો પૈકી 11 બેઠકો માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે . આ મંડળીની ચૂંટણી બિનહરિફ કરાવવાનાં પ્રયત્નો છતાં પણ તે શક્ય બન્યું નહોતું . હવે તેની ચૂંટણી અને મતદાન કરવું પડશે . આ મંડળીની ચૂંટણીમાં 11 બેઠકો માટે 22 ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં રહ્યા છે . જેની બે પેનલો થવાની શક્યતા છે . આ મંડળીની બે મહિલા ઉમેદવારીની અનામત બેઠક પરનાં ઉમેદવારોનાં ઉમેદવારી પત્રો ભરાઇને આવ્યા હતા . પરંતુ તે ચકાસણીમાં રદ થતાં આ બે સ્ત્રી અનામત બેઠકો પર હાલ કોઇ ઉમેદવાર ન હોવાથી 13 માંથી 11 બેઠકની જ ચૂંટણી થશે . એક મહિલા ઉમેદવારે સામાન્ય બેઠક ઉપરથી ચૂંટણી લડવાનું પસંદ કર્યુ છે . એમ ચૂંટણી અધિકારી મુકેશભાઇ બી . પટેલે જણાવ્યું હતું . મહિલા અનામત બેઠક માટે ત્રણ ફોર્મ આવ્યા હતા . હવે 11 બેઠકો માટે તા . 14 મીએ રસાકસી ભરી ચૂંટણી યોજાશે . આ માટે સંભવિત પેનલો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે . જોકે , ચૂંટણીનું સ્થળ બદલીને પાટણની કડવા પાટીદાર વાડી ખાતે કરવામાં આવ્યું છે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો