પાકિસ્તાન જેલમાં બંધ 400 માછીમારો મામલે કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશે સીએમને લખ્યો લેટર લખ્યો છે. તેમણે લેટરમાં ઉલ્લેખ કર્યો છે કે, પાકિસ્તાનની જેલમાં મરી ગયેલા માછીમારોના મૃત દેહ પરીવારને મળે, જેલમાં બિમાર માછીમારોની સારવાર મામલે કોંગ્રેસના ધારાસભ્યએ સીએમને લેટર લખ્યો છે. આ સાથે તેમણે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પાક સિક્યોરીટી તેમને હેરાન પણ કરે છે. 5 વર્ષથી તેઓ જેલમાં જ બંધ છે. તો કેટલાક તેનાથી પણ વધુ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે.
આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, 2 વર્ષ પહેલા પોરબંદર ગયેલા માછીમારોને પાક સિક્યોરીટએ પકડયા હતા. મૃત્યુ પામેલાના મૃત દેહ વતનમાં લાવવા માટે સરકારને જાણ કરી છે. આ સાથે તેમણે 4 લાખની સહાયની પણ માંગ કરી છે. મારા વિધાનસભા મતવિસ્તારના કાળુભાઈ શિયાળ કે જેઓ 2 વર્ષ પહેલા ગંગાસાગર બોટમાં ફિશિંગ કરવા ગયા અને પાક જેલમાં લઈ ગયા હતા. ગત મહિનાની 6 તારીખે અવસાન થતા મૃતદેહ વતનમાં આવે તેવી માંગ મેં પત્રમાં કરી છે. અગાઉ વાસોદ ગામના ખલાસીનું મૃત્યુ થયું ત્યારે 48 દિવસ બાદ મૃતદેહ આવ્યો હતો.
20થી 22 માછીમારો અત્યારે પાકિસ્તાનની જેલમાં બિમાર છે. સારવાર યોગ્ય અને તત્કાલ રીતે કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે. મૃતદેહ લાવવા મામલે આગળની કાર્યવાહી કરવા માટે પણ સરકારને તેમણે પત્રની અંદર જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, માછીમારોની સંખ્યા પાકિસ્તાનમાં જેલમાં વધુ છે. અગાઉ કેટલાક માછીમારોને પાક જેલમાંથી છોડવામાં પણ આવ્યા છે તો હજૂ પણ કેટલાક માછીમારો હજૂ પણ પાક જેલમાં બંધ છે. જેમાં ઘણાના મૃતદેહો જ પાકમાંથી ગુજરાત આવતા હોય છે તો કેટલાક જીવે છે કે મરી ગયા છે તેની ભાળ પણ મળતી નથી. આમ ક્યારેક માછીમારી કરવી માછીમારોને ભારે પડી રહી છે.