કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇના સૂકાન સમયથી ગુજરાત અગ્રેસર રહ્યું છે, છેલ્લા ૨૦ વર્ષથી અગ્રેસર ગુજરાત આવનારા સમયમાં પણ અગ્રેસર રહે તેવું આયોજન કરાયું છે. ગુજરાતનો વિકાસ ઉત્તરોતર થઇ રહ્યો છે અને અવિરત આગળ વધતો જ રહેવાનો છે એમ
તેમણે ઉમેર્યું હતું.
અમિત શાહે તેમના સંસદીય મત ક્ષેત્રની અંદર વિવિધ પ્રકારના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ સાથે તેમણે અમદાવાદ સાણંદ વિસ્તારની મુલાકાત પણ લીધી હતી અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂલા પર થતી રસોઈ એ માત્ર મહિલાઓના સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ ઘરના તમામ સદસ્યો અને ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્યને ગંભીર હાનિ પહોચાડે છે. આ સમસ્યાના નિવારણ માટે નરેન્દ્રભાઇ મોદીએ સંખ્યાબંધ ગેસ કનેક્શન આપ્યા છે. ONGCના સહયોગથી ગાંધીનગરની 13 હજાર બહેનો અને અમદાવાદમાં 6 હજાર બહેનોને ગેસ કીટ આપવાનું કામ કરવામાં આવનાર છે.
સ્મોકલેસ વિલેજ યોજના અંતર્ગત ગાંધીનગર સંસદીય મતવિસ્તારના તમામ અંત્યોદય તેમજ બીપીએલ પરિવારોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવાની કામગીરીનો શુભારંભ પણ થયો હતો.
Trending
- કરારના અમલીકરણની સમયમર્યાદા પૂર્ણ થઈ, ગાઝામાં ઇઝરાયલી સેનાના હુમલાઓ તીવ્ર બન્યા
- યુપી બોર્ડની ઇન્ટરમીડિયેટ પ્રેક્ટિકલ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી, ફેબ્રુઆરીમાં આ દિવસથી શરૂ થશે
- યુપીમાં વીજ કર્મચારીને મોટો ઝટકો આપવાની તૈયારી, વીજળી મીટર ફરજિયાત બનાવાયું
- શિક્ષણ, બેંકિંગ, રેલ્વે સહિત વિવિધ વિભાગોમાં હજારો સરકારી નોકરીઓ ,પાત્રતાના માપદંડ જાણો
- રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ધરપકડનો આદેશ અપાયો , વિવાદ વચ્ચે કોર્ટ તરફથી મોટો આંચકો
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી પરિસ્થિતિ વણસી, ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
- રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ પહેલા વિદેશ પ્રવાસમાં ચીનની મુલાકાત લઈ શકે, ભારતની પણ મુલાકાત લેવાની યોજના
- આ દિવસે ખાતામાં 19મો હપ્તો આવી શકે છે, જો તમે આ ભૂલો કરશો તો તમને લાભ નહીં મળે